ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉદ્દઘાટન
Jump to navigation
Jump to search
ઉદ્ઘાટન (Exposition) : નાટક કે નવલકથાના આરંભમાં પાત્રો અને પરિસ્થિતિ વિશેની જરૂરી માહિતી આપતો અંશ. આ પ્રકારની માહિતી રજૂ કરવા અગાઉ સૂત્રધાર કે કોરસનો ઉપયોગ કરવામાં આવતો. ઉત્તમ સર્જક કોઈપણ પ્રકારની પ્રવિધિના સીધા ઉપયોગ વિના ક્રિયાના ભાગ રૂપે જ આ માહિતી રજૂ કરે છે. કૃતિની વસ્તુસંકલના(Plot)નો આ મહત્ત્વનો અંશ છે.
પ.ના.