zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જીવનકથાત્મક વિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવનકથાત્મક વિવેચન(Biographical criticism, Bio Criticism) : ઐતિહાસિક વિવેચનની એક શાખા જીવનકથાત્મક વિવેચનની છે. અને એમાં સર્જક વ્યક્તિ કેન્દ્રસ્થાને હોય છે જીવનકથાત્મક વિવેચન, કૃતિને એના રચયિતાથી અલગ તારવીને એનું વિવેચન કરવું અઘરું છે-એવું માને છે. આ વિવેચનનો મત એવો છે કે સર્જકનું જીવન અને એનું વ્યક્તિત્વ સર્જન અંગેની સમજ અને એના આસ્વાદમાં મહત્ત્વની ચાવી પૂરી પાડે છે. ચં.ટો.