ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવિક


ભાવિક : ભૂતકાળમાં બનેલી ઘટના કે ભવિષ્યમાં બનનારી ઘટનાનું જાણે કે તે વર્તમાનમાં બનતી હોય એવું ચમત્કૃતિપૂર્ણ પ્રત્યક્ષવત્ વર્ણન એટલે ભાવિક અલંકાર. જેમકે “અહીં અંજન હતું એવી તારી આંખો હું જોઈ રહ્યો છું. ભવિષ્યમાં ધારણ કરવાનાં આભૂષણોથી મંડિત તારી આકૃતિનો હું સાક્ષાત્કાર કરું છું.” અહીં પૂર્વાર્ધમાં ભૂતકાળનું અને ઉત્તરાર્ધમાં ભવિષ્યનું વર્તમાનની રીતે વર્ણન છે. જ.દ.