ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્ત્રોતનામ
Jump to navigation
Jump to search
સ્રોતનામ(Eponym) : વાસ્તવિક કે કાલ્પનિક વ્યક્તિને લાગુ પડતી સંજ્ઞા, જેના પરથી સ્થળ, વસ્તુ, સંસ્થા, વાનગી કે પુસ્તકનું નામ પડ્યું હોય. જેમકે સરસ્વતીચંદ્ર જેવા કાલ્પનિક પાત્ર પરથી નવલકથાનું ‘સરસ્વતીચન્દ્ર’ નામ પડ્યું છે. આ ઉપરાંત કોઈ ઘટના કે વ્યક્તિ સાથે સઘન રીતે સંકળાયેલો ગુણ, જે તે ઘટના કે પાત્રની અવેજીમાં પ્રયોજાય એનો પણ આ સંજ્ઞા નિર્દેશ કરે છે. જેમકે ‘ભદ્રંભદ્રીપણું’.
ચં.ટો.