ધીરેન્દ્ર મહેતાની કવિતા/એક ફેબલ
Jump to navigation
Jump to search
૧૦.
એક ફેબલ
એક ફેબલ
અહીં હતો એક દરિયો,
દરિયા ભેળું આકાશ;
ત્રીજો હતો એક દેડકો,
ત્યાં બેઉ જણની પાસ.
દરિયાથી આઘો થઈ,
દેડકો એક દી ચાલ્યો;
દરિયે તો જાવા દીધો,
એને પાછો ના વાળ્યો.
આકાશ તો ભૈ, આકાશ,
પાછળપાછળ ગયું;
ડ્રાંઉં ડ્રાંઉં કરતું થૈ,
ખાબોચિયામાં પડ્યું!
૨૩-૧૦-’૭૯