ધ્વનિ/રહસ્યઘન અંધકાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રહસ્યઘન અંધકાર

નાની મારી કુટિરમહીં માટી તણી દીવડીનાં
આછાં તેજે મધુરપ લહી’તી બધી જંદગીની,
ને માન્યું’તું અધુરપ કશી યે નથી, હું પ્રપૂર્ણ .

ત્યાં લાગી કો જરિક સરખી ફૂંક, દીવી બુઝાઈઃ
છાઈ મારાં સ્ફુરિત બનિયાં લોચને ધૂમ્રલેખા :
ને ઝીણી કો જલન સહ ત્યાંથી ઝરે અંધકાર.
 
એને સીમા નથી અતલ ઊંડાણ એનાં કશાં રે!
દીવા તેજે નયન બનિયા અંધ, તે અંધકારે
ન્યાળે છે કો નિરાળું અમિત કરુણાથી ભરેલું રહસ્ય.

૨-૫-૪૬