પુનશ્ચ/વિરહમાં મિલન, મિલનમાં વિરહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વિરહમાં મિલન, મિલનમાં વિરહ

સામસામા તટ,
વચમાં હોય વૈતરણીનો પટ,
ત્યારે વિરહમાં જ મિલન થાય.

એનો એ જ તટ,
વચમાં ન્હોય વૈતરણીનો પટ,
ત્યારે મિલનમાં ય વિરહ થાય.

૧૨ માર્ચ ૨૦૦૫