બાપુનાં પારણાં/છેલ્લી સલામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
છેલ્લી સલામ
[હરિજનોને માટે પૂના ખાતે મંડાયેલા ‘૩૨ના અનશનસપ્તાહ વખતનું]

ઢાળ

'ભૂલ્યો રે ભૂલ્યો રે રાજા સત રે ગોપીચંદ,
પિયા! પરદેશે ન જોના હો જી!
એ રે રોજ અમને નીંદરા ન આવે ને
મારે મન રાજ ન ભાવે હો જી –' એ ભજનનો.
સો સો રે સલામું મારાં ભાંડુડાને કે'જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો જી!
મળાયું ન તેને સૌને માફમાફ કે'જો ને
રુદિયામાં રાખી અમને રે'જો હો જી.

ટીપે ટીપે શોણિત મારાં તોળી તોળી આપું તો યે, ૫
પૂરાં જેનાં પ્રાછત કદી યે જડશે ન જી,
એવા પાપદાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે ન જી!
– સો સો રે સલામું૦
[૧] કીધાં ખાખ ખાંડવ વનને પાંડુ તણા પુત્રે તે દી'
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો જી, ૧૦
આદુનાં નિવાસી એ તે આ રે આર્યભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે લુંટાણાં હો જી,
– સો સો રે સલામું૦
[૨] રઘુપતિ રામ મારા રુદાનો વિસામો-એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હોજી,

૧.૧. અર્જુને ખંડવ વન સળગાવીને સર્પોને નહિ પણ નાગ નામની અનાર્ય માનવજાતિને ભસ્મીભૂત કરી હતી: કેવળ્ એ આદીવાસી પ્રદેશ પચાવી પાડવા માટે જ.
૨.૨, એક બ્રાહ્મણે આવીને રામચંદ્ર પાસે પોકાર કર્યો કે શમ્બુક નામના એક શૂદ્રે તપશ્ચર્યા માંડી છે તે કારણે મારો પુત્ર મૃત્યુ પામે છે! તે પરથી રામચંદ્રે એ તપસ્વીનો શિરચ્છેદ કર્યો હતો.
પ્રભુનામ ભજતો એણે પારાધિ સંહારિયો રે ૧૫
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો જી!
– સો સો રે સલામું૦

છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં, પૃથવીનાં પેટમાં ને,
અસૂરો કહીને કાઢ્યાં વનવાસ જી;
જીવતાને કાજે જુદી નરકું બંધાવિયું ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી – ૨૦
– સો સો રે સલામું૦

[૧]સમર્થોથી સત્તા સંતો, ધુતારાની ધૂતણબાજી,
કુડિયા ગુરુની કૈં કૈં કરામાત જી;
એની તો વણાવી ધીંગી ધરમધજાઓ ને
ભાંડુ કેરે રગતે રંગી ભલી ભાત જી
– સો સો રે સલામું૦

એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં ને ૨૫
ધરમ-ધજાને ક્યારે સિંચાણાં હો જી;
રુદામાં શમાવી સરવે રુદન–પિયાલા વાલાં

૧.૧. આ બધા જુલમો ધર્મને નામે થઈ રહેલ છે એ ભાવાર્થ.
હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો જી.
– સો સો રે સલામું૦

રથના સારથિડા સુણજો સાધુ ને ગુંસાઈ સરવે!
‘કડાકા કરે છે રથની ધરીઓ હો જી, ૩૦
જુઓ જુઓ જુગનો ભૈરવ ઊભો વાટ ખાળી આજે.
ભીતર નિહાળો, હરિ કર્યા પળિયો હો જી
– સો સો રે સલામું૦

જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો ને
ધરમ કેરાં ધારણ–કાંટા માંડે હો જી;
[૧]સતને ત્રાજવડે મારાં કલેજા ચડાવિયાં મેં, ૩પ
શીશ તો નમાવ્યું શાસન–દંડે હો જી
– સો સો રે સલામુંo

હરિ કેરાં તેડાં અમને આવી છે વધામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો જી:
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે વાલાં!
રખે કોઈ રોકે નયણાં રડીને હો જી!
– સો સો રે સલામું૦

૧.૧. મહાત્માજીના શબ્દો: 'I have laid down my life in scales of juistice.'