ભરત વિંઝુડાની ગઝલસંપદા/સપનામાં આવશો
Jump to navigation
Jump to search
૨૩
સપનામાં આવશો
સામે રહો નહીં તો સપનામાં આવશો
નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો
જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો
ને જો નદી થશો તો દરિયામાં આવશો
ચારે તરફ તમોને જોયા કરું છતાં
ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો
ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી જ ઘર
અફસોસ કે નગરના નકશામાં આવશો
પહેલી પસંદગી છો તો એ મુજબ રહો
બહુ દુઃખ થશે તમે જો અથવામાં આવશો
(મેં કહી કાનમાં જે વાત તને)