મંગલમ્/મારા આંગણામાં
Jump to navigation
Jump to search
મારા આંગણામાં
મારા આંગણામાં નાચે છે મોર,
મોરને પૂછે ઢેલ ઢેલને પૂછે મો૨,
કોણ આવ્યો’તો ચોર!
નામ શું એનું? કામ શું એનું?
ક્યાંનો એ રહેવાસી?
હે…એ તો આવ્યો’તો નંદનો કિશોર કે…
હે…એની કાયા છે પાતળી ઉપર પીળી પીતાંબરી,
એને કહેતાં સૌ નટવો નઠોર…