મંગલમ્/હલ્લેસાં માર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
હલ્લેસાં માર



હલ્લેસાં માર

હલ્લેસાં માર, હલ્લેસાં માર!
હલ્લેસાં માર માર હલ્લેસાં!
મોજાં ભરપૂર મોજાં ભરપૂર!
મોજાં ભરપૂર, જાય કોની મગદૂર!
જાગે તૂફાન, જાગે તૂફાન,
જાગે તૂફાન, રખે ભુલાવે ભાન!
થઈને બહાદુર, થઈને બહાદુર,
થઈને બહાદુર માર હલ્લેસાં!
થઈને મસ્તાન, થઈને મસ્તાન,
થઈને મસ્તાન માર હલ્લેસાં!
થાય વીજ કડકડાટ, હસો સૌએ ખડખડાટ,
હોડી જાય સડસડાટ…હલ્લેસાં૦
રંગ રંગીલો વેશ, ઊડે ફડફડાટ કેશ,
મારે જાવું દૂર દેશ…હલ્લેસાં૦

— અજ્ઞાત