મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૭
Jump to navigation
Jump to search
પદ ૭
પ્રેમસખી
આવો રે મરમાળા મોહન, મંદિર મારે માણો રે. આવો... ૧
અમે અબળા હરિ દાસ તમારા, અમથી ભ્રાંત માં આણો રે. આવો... ૨
અમે તમારા ને તમે અમારા, એમાં તે ફેર માં જાણો રે. આવો... ૩
જીવ અમારો તમ સંગ બાંધ્યો, હાથ તમારે વેચાણો રે. આવો... ૪
દરશન આપો ને દુ:ખડાં રે કાપો, વાત કરી શું વખાણો રે. આવો... ૫
શા કારણ શામળીયા રે વહાલા, પરઘર નેતરાં તાણો રે. આવો... ૬
પ્રેમસખી કહે વાંક વિના હરિ, દૂધમાં પોરા શું છાણો રે. આવો... ૭