મનોહર ત્રિવેદીનાં કાવ્યો/‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩
Jump to navigation
Jump to search
મુખી સત્તરવાર, તે કાળુભારને ઘૂને
ધોમબપોરે જઈ ને શું ધૂબકા લગાવાય નંઈ?–
રાતના ભેરુબંધની હારે
હીરપરાની વાડ્યને છીંડે ગરકી પછી
મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચોરાય નંઈ? -
ગામને સાડીસાત વખત ખપ હોય તો રાખે
આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા ’તા?
ગામઉતારે જઈ ને ક્યાં સરપંચ – તલાટી અથવા તો
કોઈ માનતા માની દેવ મનાવ્યા ’તા?
વાઢ ફરે ત્યાં ઠાવકા થઈ બેસવું મોભાસર :
ઠામુકાં ગીત-સળુકા કાંઈ રે ગવાય નંઈ–
છોકરા સાથે રમીએ જો નવકૂકરી ત્યાં તો
લોક કે’તું કે જોઈ લ્યો મુખીસાબ્યની છોકરમત
મુંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં
માથું મારવું – આને જીત કહું કે ગત?
ઘોડા મારે શિંગડાં, એવી ભોયની આ
પટલાઈ મળી કે ડેલીએ ઊભા રઈ
નિરાંતે રેવડી ખવાય નંઈ –