વસુધા/ભવભવને ઘાટે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ભવભવને ઘાટે

એક અનંત ઉચાટે
વિચરું ભવભવને ઘાટે.

ક્ષિતિજકિનારે પાંખ પછાડું,
દિગન્તને ઉંબર ડગ માંડું,
સૂર્ય તણી પરકમ્મા કોટિ
આદરું તુજ માટે. વિચરુંo

જીવનનાં ભાથાં લઈ બાંધી,
મૃત્યુ તણા વનવગડા વીંધી,
કાળકિનારે ભટકું હરદમ
તવ દર્શન તલસાટે. વિચરુંo