વેણીનાં ફૂલ/દેશ વિદેશમાં જાવા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દેશ વિદેશમાં જાવા

આંખ વીંછી વીરા! પાણી -
ડાંમાં ઉતરજે તું ના'વા;
તેડી જશું અમ દેશમાં,
તને ભમવા ને ગાવા.

ના રે બાપુ! મારી માવડી
ઝૂરી જીવ જ દેશે!
સૂણી સાગર કેરાં બાલૂડાં,
હસી જાય વિદેશે.

(સાખી)

હું મોજું જળનું બનું, તું પરદેશી તીર
દેશાટન કરતો ફરૂં, તારે સકળ શરીર
- માડી! મને બાળ બોલાવે!

એવાં સાગરમાં વસનાર, માડી! મને બાળ બોલાવે.
એવાં વાદળમાં વસનાર, માડી! મને બાળ બોલાવે.