સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/તદ્વિદાહ્લાદકારિત્વ – ભાવકલક્ષિતા
Jump to navigation
Jump to search
તદ્વિદાહ્લાદકારિત્વ – ભાવકલક્ષિતા
કુંતક કવિવ્યાપારને કાવ્યની વ્યાખ્યામાં સ્થાન આપે છે તેમ તદ્વિદાહ્લાદકારિત્વને – કાવ્યમર્મજ્ઞોને આનંદ આપવાના ગુણને પણ સ્થાન આપે છે એટલું જ નહીં, તદ્વિદાહ્લાદકારિત્વને કાવ્યત્વની કસોટી તરીકે વારંવાર ઉલ્લેખે છે વક્ર વાણીપ્રયોગોની સાર્થકતા એના તદ્વિદાહ્લાદકારિત્વમાં નિર્દેશે છે અને કાવ્યમાર્ગ, કાવ્યગુણ વગેરેની ચર્ચામાં તદ્વિદાહ્લાદકારિત્વનું ધોરણ આવ્યા વિના રહેતું નથી. કુંતકનો કાવ્યવિચાર આ રીતે ભાવકલક્ષી હોવાનું પણ મનાયું છે. [1]
- ↑ ૪૧. જુઓ : “કવિકર્મને કેન્દ્રમાં મૂકતો કુંતક પણ કાવ્યની અંતિમ કસોટી તો ભાવકના આહ્લાદને જ ગણે છે.” (રાજેન્દ્ર નાણાવટી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વક્રોક્તિવિચાર, પૃ.૭૦)