સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મીઠું
Jump to navigation
Jump to search
૩. મીઠું.
ભાલણ
મીઠું તે હરિનું બોલવું રે, મીઠી રે કહાન કહે વાત;
મીઠી વેણુ વજાડતો રે, મીઠી ઘઘરી વાજે પાય;
મીઠાં આભરણ સારિયાં રે, મીઠું રે શ્રીકૃષ્ણનું રૂપ; ૫
મીઠાં ભોજન અતિ ભલાં રે, મીઠા રે શ્રીકૃષ્ણ ને રામ;
સ્વાધ્યાય
૧. દેવકીના હૃદયની વ્યથાનું તમારા શબ્દોમાં વર્ણન કરો. વસુદેવના મનની સ્થિતિ કેવી હશે?
૨. જશોદાને વસુદેવ કૃષ્ણ સોંપી ગયા તે પછીની એના મનની લાગણીઓ વિષે કલ્પના કરો.
૩. મોરલીના ગીતની અસર વિષે ખ્યાલ આપો.
૪. ‘મીઠું’ શબ્દ આખા કાવ્યમાં કેટલી વાર વિશેષણ તરીકે અને કેટલી વાર નામ તરીકે વપરાયો છે?