સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દેવકી અને કૃષ્ણ
Jump to navigation
Jump to search
૨ દેવકી અને કૃષ્ણ
ભાલણ
એક સમે ગોવિંદજીને પૂછે દેવકી પ્રેમે કરી વચન :
આટલા દિન આહીર તણે ઘેર, સ્વાદ વિના તમે જમિયા અન્ન;
વલતા હરિ એણી પેરે બોલે કાંઈ એક હાસ્ય કરીને વદન :
ખટ રસ ઉત્તમ શાક પાક બહુ કોટી કરો જો આણી પ્રીત,
તમને મળ્યા, રાજ સુખ પામ્યા, મથુરા નગર સગા સહુ જન;
વૈકુંઠથી મને ગોકુલ વહાલું, વહાલા સહુ વ્રજવાસી જન,
જાણું છું વળી કહીંએ લેશું, અઠ્ઠાવીશમે યુગે અવતાર;
દેવ સ્તવે તે મુજને લાગે, માતાજી, અતિ વચન કઠોર;
વ્રજની વાત વ્રજવાસી જાણે, તેની સાક્ષ ન પૂરે કોય;