સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અબોલા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. અબોલા

મીરાંબાઈ

અબોલા શીદ લો છો, મારા રાજ?
પ્રાણજીવન પ્રભુ મારા,! અબોલા૦
અમે તો તમારાં, તમે તો અમારા, ટાળી દોષ શીદ દો છો રે?
અમે તો તમારી સેવા કરીએ, સુખ લઈને દખ દો છો રે.
અમૃત પાઈને ઉછેર્યાં વહાલા, વિખડાં ઘોળી ઘોળી શીદ પાઓ છો રે?
ઊંડા કૂવામાં ઉતાર્યાં વહાલા, વરત વાઢી શું જાઓ છો રે?
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, ચરણકમળ ચિત્ત રહો છો રે.