સોરઠિયા દુહા/124


124

જો મેં ઐસા જાનતી, પ્રીત કિયે દુઃખ હોય;
નગર ઢંઢેરા ફેરતી, પ્રીત ન કરિયો કોઈ.

જો મને એવી ખબર હોત કે પ્રીત કરીને પછી દુઃખી થવું પડે છે તો શહેરની ગલીએ ગલીએ ફરીને હું ઢંઢેરો પીટત કે હે માનવીઓ, આજ પછીથી હવે કોઈ કોઈને પ્રીત કરશો નહિ!