હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/નખમાં વધે છે લાગણી રુંવામાં સ્થિર છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search



નખમાં વધે છે લાગણી રુવાંમાં સ્થિર છે
રગરગમાં જે વહે છે એ કેવળ રુધિર છે.

ભીની બગલની ગંધથી તું પણ વધુ નથી
મારી ય પાસ માત્ર આ મારું શરીર છે.

એનું ય દુઃખ છે સ્પર્શ કશું બોલતો નથી
એનો ય રંજ છે કે ત્વચા પણ બધિર છે.

આકાર વાદળોનો છું તારા નયનને હું
તું મારી આંગળીઓને વહેતો સમીર છે.

ભૂરાશ મારા આભની તું ઓળખે નહીં
મારે ય તારી રાતે અજાણ્યાં તિમિર છે.