૮૬મે/પાછા જવાશે નહિ
Jump to navigation
Jump to search
આટલે આવ્યાં પછી પાછાં જવાશે નહિ,
પરસ્પર મળ્યાં તે પૂર્વે જેવાં હતાં તેવાં પાછાં થવાશે નહિ.
આશ્ચર્યો-વિસ્મયોની કથા": આપણો પ્રેમ
હજુ એમ થાય": ‘એ પ્રેમ હતો કે કેમ?’
આયુષ્યની વસંતનાં રહસ્યમય વર્ષો પાછાં લવાશે નહિ.
હવે પછી આપણો પ્રેમ શું ધન્ય થશે?
ભાવિના પડદા પછવાડે શું શું હશે?
આયુષ્યની શરદનું આભ શું આપણા ચિત્તમાં છવાશે નહિ?
૨૦૧૦