હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 09:43, 29 June 2024



વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે
એ તો જળમય છે સ્વયમ જે મને તરસ્યો રાખે.

ન લખે શબ્દ કે એ દોરે નહીં ચુપકીદી
કોરો રાખે મને હર હાલમાં કોરો રાખે.

ન મને વાળે કે વળવા દે એ રેખાઓમાં
રાખે પણ રંગમાં ક્યારેક તો આછો રાખે.

મારી આંખોમાં ઉદાસી બધી એણે આંજી
મારા સપનામાં મને જે સદા હસતો રાખે.

ન વીતી કે ન વીતે રાત શિયાળુ મારી
એની મુઠ્ઠીમાં એ હેમંતનો તડકો રાખે.