હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ચુપ કદી તો કદી મુખર લાગે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''ચુપ કદી તો કદી મુખર લાગે '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:00, 29 June 2024



ચુપ કદી તો કદી મુખર લાગે
એ સદા કર્ણપટ ઉપર લાગે.

એનાં ચંચળ વિલસતાં રૂપ અનુપ
ચિત્રમાં એના એ અવર લાગે.

એનું વાતાવરણ સમું હોવું
મારાં સહુ સ્થળ સદા સભર લાગે.

ભળવું પગરવમાં એના પગરવનું
લાગે સાથે ડગર ડગર લાગે.

આંખો ઊઘડે તો સામે એ દેખાય
બંધ આંખોમાં એનું ઘર લાગે.