હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/તમને મળવાનો અવસર વધાવી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''તમને મળવાનો અવસર વધાવી '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:07, 29 June 2024



તમને મળવાનો અવસર વધાવી
અંતે આવરદા પૂરી ઉજાળી.

એક પળનું જ મળવું તમારું
જિન્દગી આખ્ખેઆખ્ખી સજાવી.

શી તમારી ય પાનીએ મહેંદી
શી અમે પણ પળેપળ વિતાવી.

શો તમે કોલ પાળ્યો મિલનનો
શી અમે પણ જુદાઈ નિભાવી.

વાત બાકી તમારી જ છીએ
માણો અમને મલાવી મલાવી.