હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કોઈનો ચહેરો ઊઠી પણ આવે આખર જોયા કર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
વહેણ ક્યારે પણ નથી વહેવાનું કોઈની તરફ  
વહેણ ક્યારે પણ નથી વહેવાનું કોઈની તરફ  
આમ નભમાં તેમ વાદળ સરતાં મંથર જોયા કર
આમ નભમાં તેમ વાદળ સરતાં મંથર જોયા કર
'''છંદવિધાન'''
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
</poem>}}
</poem>}}
<br>
<br>

Latest revision as of 08:06, 7 July 2024



કોઈનો ચહેરો ઊઠી પણ આવે આખર જોયા કર
શ્વેત કાગળ પર કોઈના શ્વેત અક્ષર જોયા કર

એમાં કોઈની લચક પળભર તો પળભર જોઈ લે
ટગટગર એકીટશે કંઈ એમ પથ્થર જોયા કર

શ્વાસ સાથે શ્વાસ કોઈના વણાવાના નથી
ઘાસનાં મેદાન પરથી સરતી સરસર જોયા કર

સાથ લથબથ કોઈનો તારા નસીબે ક્યાં હતો
તું અષાઢી સાંજ આખી ઝીણી ઝરમર જોયા કર

વહેણ ક્યારે પણ નથી વહેવાનું કોઈની તરફ
આમ નભમાં તેમ વાદળ સરતાં મંથર જોયા કર

છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા