તારાપણાના શહેરમાં/સર્જક-પરિચય

From Ekatra Wiki
Revision as of 09:16, 11 September 2024 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> {{Heading|સર્જક-પરિચય}} frameless|center<br> {{Poem2Open}} કવિ જવાહર બક્ષીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ જુનાગઢમાં થયો હતો. અભ્યાસ બી.કૉમ., સી.એ. સુધીનો. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એમની પાસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સર્જક-પરિચય
Jawahar Bakshi.jpg


કવિ જવાહર બક્ષીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ જુનાગઢમાં થયો હતો. અભ્યાસ બી.કૉમ., સી.એ. સુધીનો. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એમની પાસેથી ‘તારાપણાના શહેરમાં’ (1999) અને ‘પરપોટાના કિલ્લા’ (2012) એમ બે ગઝલસંગ્રહો મળે છે. તેમણે ગઝલ સ્વરૂપને પૂરેપૂરું આત્મસાત કર્યું છે એની પ્રતીતિ એમની ગઝલોમાંથી પસાર થતાં થાય છે. પીએચ.ડી. નિમિત્તે લખાયેલો, નરસિંહ મહેતાની કવિતામાં પ્રગટતી આધ્યાત્મિકતાનું મૂલ્યાંકન કરતો સંશોધનગ્રંથ 'નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા' (૨૦૧૯) તેમની તત્ત્વદર્શી વિવેચનશક્તિનો પરિચય કરાવે છે. કવિને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કારો ઉપરાંત નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૯૮–૨૦૦૨), કલાપી પુરસ્કાર (૨૦૦૬), કવિશ્વર દલપતરામ એવોર્ડ (૨૦૧૯), નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૧૯) વગેરે પુરસ્કારો પ્રાપ્ત થયા છે. –અનંત રાઠોડ