બે હજાર ચોવીસ સમક્ષ/કણસાટ – કલ્પના પાલખીવાળા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
હવે સંગ્રહની વાર્તાઓ વિષે વાત માંડીએ. આ સંગ્રહમાં વાર્તાઓ મુખ્યત્વે માનવમનની પીડાને વાચા આપે છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ડબલ બેડ’ માનસિક પીડા અનુભવતી નાયિકાની મનોવૃત્તિને પ્રગટ કરે છે. વર્ષો પહેલાં નવોઢા બનીને આવેલાં રમીલાબહેનને તેમનાં સાસુ સુપ્રિયાબહેન લગ્નજીવનની પ્રથમ રાત્રીએ કશાયે કારણ વિના ડબલ બેડ પર સૂવાના સુખથી વંચિત રાખે છે. આ અન્યાયને પોતાના મનમાં સંઘરીને રોજ પીડાતાં રમીલાબહેન વૃદ્ધાવસ્થામાં પણ ભૂલી શકતાં નથી. ઑફિસમાં કે સ્ટાફ સાથે કે પાડોશી સાથે મિલનસાર રહેનાર રમીલાબહેન એકાંતમાં સાસુ પર બદલાની ભાવનાથી જે અત્યાચાર ગુજારે છે તે વાર્તાનો વિષય છે. વિષય થોડો વિચિત્ર અને નવો છે. થોડી વધુ માવજત રાખીને આ વાર્તાને વધુ પ્રભાવક બનાવી શકાઈ હોત. અહીં રમીલાબહેનના ચરિત્રને માનસિક રોગી તરીકે વધુ પ્રભાવક રીતે પ્રસ્તુત કરી શકાયું હોત. ઘણી બિનજરૂરી વિગતો કે પરિવેશ ટાળી શકાયાં હોત. સુપ્રિયાબહેનના પાત્ર વિષે લેખિકા પોતે જ અવઢવમાં હોય તેવું લાગે.  

‘કાલ – ગઈ અને આવતી’ વાર્તા પણ માત્ર ઘટના બની રહે છે. વાર્તાકાર વાર્તાના રહસ્યને ઉજાગર કરવામાં તદ્દન નિષ્ફળ જાય છે. વાર્તાના આરંભ મધ્ય કે અંતના તાંતણા કેમે કરીને જોડાઈ શકતા નથી. આકાશવાણીમાં કામ કરતી વાર્તાકથક સાક્ષીભાવે પોતાની નજર સામે બનેલી બે નિષ્ફળ પ્રેમકહાનીનું બયાન પ્રસ્તુત કરે છે. જેમાં એક સફળ પ્રેમકહાની અને બીજી વૃદ્ધાશ્રમના દ્વાર પાસે ઊભેલી કહાનીને અહીં રજૂ થતી જોઈ શકાય છે. વસ્તુસંકલનની દૃષ્ટિએ આ વાર્તા ઊણી ઊતરે છે.

‘ડેડી’ વાર્તા પણ એ જ ઘરેડમાં આગળ વધે છે. સૌદામિની અને સુધીર સાહિત્ય સાથે જોડાયેલું દંપતી છે. ગળાડૂબ કામમાં ડૂબેલાં બંને વચ્ચે, બે બાળકો થયા પછી અંતર ધીમેધીમે વધતું જાય છે. અંતે અલગ થયેલાં આ દંપતીનાં સંતાનો પોતાના બાપ સાથે રહેવા ઝૂરે છે. વર્ષો જતાં કન્નડ સાહિત્યના સર્જન માટે સાહિત્ય અકાદેમી એવૉર્ડ લેવા દિલ્હી આવતા સુધીરને તેની દીકરી પોતાના ઘરે રહેવા બોલાવે છે. મા-બાપની વચ્ચે વધેલી ખાઈ બાળકોનાં મન પર કેવી અસર કરે છે તે આ વાતનો મુખ્ય સૂર છે. પણ લેખિકા આ વાર્તાના વિષયને હજુ વધુ ધારદાર રીતે રજૂ કરી શક્યાં હોત.  

આ સંગ્રહની તદ્દન નબળી કહી શકાય તેવી વાર્તા એટલે ‘ગાજરનો હલવો’. આખી વાર્તામાં એક ફકરામાં વાર્તાનું કથાનક છે અને તેના માટે પરિવેશ બનાવવાની મથામણ આખી વાર્તામાં લેખિકા કરતાં રહ્યાં છે. શિવરાત્રીના દિવસે ‘ગાજરના હલવા’ના પ્રસાદને તરછોડીને વાર્તાનાયિકા રીટાનો પતિ રમેશરાય લકવાગ્રસ્ત બને છે. વર્ષોથી ત્યજેલા ગાજરના હલવાને જ્યારે સાહિત્યલેખન-શિબિરમાં મહિલામંડળ ભેગું થાય છે, ત્યારે પોતાના દીકરાના જન્મદિવસ નિમિત્તે બનાવેલો ગાજરનો હલવો લઈને આવેલાં રૂપાબહેન બધી જ સખીઓને પીરસે છે. આ હલવો રીટાને પોતાનો ભૂતકાળ તાજો કરાવે છે.  વાર્તાકાર વાર્તાની મુખ્ય ઘટનાને વિસ્તારવાને બદલે વધુ સમય ગાજરનો હલવો બનાવવાની રેસિપીમાં વેડફે છે. અહીં મહિલામંડળની બહેનોની વૃત્તિઓને ઉજાગર કરવાને બદલે વાર્તાના મુખ્ય સૂરને તે વધુ ઉપસાવી શક્યાં હોત. ‘ચિરંજીવ અને સુદીપ’ વાર્તામાં વર્ષોથી મગજમાં ઊંડાં મૂળ નાખી ગયેલા પુરુષવાદ સામે મહિલા-સમાનતાની નક્કરતાને તીવ્ર સ્વરે રજૂ કરાયેલી છે. એકંદરે વાર્તા માત્ર કાચો મુસદ્દો સાબિત થાય છે.  

આ સંગ્રહની સારી કહી શકાય તેવી વાર્તા છે ‘સાટાપાટા.’ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી વાર્તાનાયિકા વિશ્વશાંતિ અને કલ્યાણની ભાવના સાથે રાજદ્વારી કચેરીમાં જોડાઈ છે. આ નોકરીના ભાગ રૂપે તે લગભગ અડધું વિશ્વ ખૂંદી વળે છે. પૈસો, સુખ, સમૃદ્ધિ, નામના બધું જ તેને આ નોકરીમાં મળે છે. પરંતુ માનવતાની ભાવનાવાળી નાયિકાને રાજદ્વારી નોકરીમાં દંભ, અમાનવીયતા અને યુદ્ધની વરવી વાસ્તવિકતા હચમચાવી મૂકે છે. નૈતિકતાના ભોગે આ સુંવાળી નોકરી ન કરવા માગતી નાયિકા બધું જ છોડીને મનોચિકિત્સકની ડૉક્ટરની ડિગ્રી મેળવીને પોતાની આસપાસના બાથમાં સમાય તેવા નાના સમૂહનાં આંસુ લૂછવાની કોશિશ કરવા મથે છે. આ વાર્તામાં માનવકલ્યાણ જ સર્વોપરિ છે તેવી ભાવનાને લેખિકા સ-રસ રીતે ઉપસાવી શક્યાં છે.  

Line 16: Line 16:
‘આવી ઘટનાઓ કે વાતોનો પડઘો આ ‘કણસાટ’માં છે. આપ પરિસ્થિતિઓ અને ઘટનાઓની સંવેદનશીલતા અનુભવશો.’ (પૃ. ૮)
‘આવી ઘટનાઓ કે વાતોનો પડઘો આ ‘કણસાટ’માં છે. આપ પરિસ્થિતિઓ અને ઘટનાઓની સંવેદનશીલતા અનુભવશો.’ (પૃ. ૮)
આ બધી જ વાર્તાઓમાંથી પસાર થતાં એક બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વાર્તાકાર મૂળભૂત આવેગો કે વૃત્તિઓના આલેખનથી આગળ વધી શકવામાં જાણે કે અસમર્થ છે. આસપાસના પરિવેશમાં બનતી ઘટનાઓને, પ્રસંગોને કાચી સામગ્રી તરીકે લેતાં વાર્તાકાર તેને પરિપક્વ બનાવી શકવામાં સફળ થતાં નથી. દરેક વાર્તા ઊઘડે છે ખરી, પરંતુ શિથિલ વસ્તુસંકલનાને કારણે સામગ્રીના ઢગલા જેવી લાગે છે. માત્ર ઘટનાઓને ઘસીઘસીને ચમકાવીને રજૂ કરવાની જહેમત લેવાને બદલે વાર્તારસમાં બોળીને આ કથાનકો પ્રગટ થયાં હોત તો અવશ્ય લક્ષ્યગામી પુરવાર થાત. વાર્તાઓ વધુ પડતી બોલકી છે. એકંદરે સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરવામાં સર્જકનો પનો પણ ટૂંકો જ પડ્યો છે તેવું સ્પષ્ટ પણે કહી શકાય.  

વાર્તાકારની ભાષામાં અંગ્રેજી શબ્દોનો અતિરેક  જોવા મળે છે. ઘણીબધી વાર બિનજરૂરી હોય ત્યાં પણ એ પ્રકારના શબ્દપ્રયોગો અવરોધ ઊભો કરનારા બને છે.  થોડી ભાષાકીય ભૂલો પણ ટાળી શકાઈ હોત. હું થોડાં દૃષ્ટાંતો અહીં ટાંકું છું. –  

– ખાંડનો problem હોય તો અડધી ખાંડ અને અડધો ગોળ પણ નાખી શકાય. ફિગર કૉન્શિયસ ગૃહિણીઓ એક નવી ચર્ચામાં ઊતરી.{{right|(‘ગાજરનો હલવો’ પૃ. ૩૧)}}<br>
– ખાંડનો problem હોય તો અડધી ખાંડ અને અડધો ગોળ પણ નાખી શકાય. ફિગર કૉન્શિયસ ગૃહિણીઓ એક નવી ચર્ચામાં ઊતરી.{{right|(‘ગાજરનો હલવો’ પૃ. ૩૧)}}<br>
– કદાચ નોકરીની શરૂઆત કરી ત્યારે આટલા વિકલ્પો નહોતા, આટલી ખાનગી કંપનીઓ નહોતી, ગ્લોબલાઇઝેશન નહોતું અને હેડ-હન્ટર્સ તો ઘણી દૂરની વાત હતી. આજે જ્યારે સાતેક કરતાં વધુ વિભાગોનો અનુભવ મેળવી ચૂકી, ત્યારે માર્કેટ અને નોકરીનો સીન બદલાઈ ગયો છે. એ જ વેળા સુબ્રત બાગચીનો લેખ યાદ આવ્યો — તમારા જીવનની અજાણી વ્યક્તિ—સ્ટ્રેન્જર ઇન યોર લાઈફ.    {{right|(‘હૂંફાળો ખૂણો’ પૃ. ૧૬૩ )}}<br>

Latest revision as of 01:05, 11 October 2025

ટૂંકી વાર્તા

‘કણસાટ’ : કલ્પના પાલખીવાળા

અંકિત જી. મહેતા

કુપોષિત કથાનકોનો કણસાટ

કુશળ વહીવટકર્તા, વાર્તાકાર અને બાળવાર્તાકાર કલ્પના પાલખીવાલાએ તેમના આ સંગ્રહનું શીર્ષક ‘કણસાટ’ રાખ્યું છે. પરંતુ સાથેસાથે તેમણે ‘મનમાં ધરબાયેલી પીડાનો મૌન વિસ્ફોટ’ જેવું છાપામાં છપાય તેવું રૂપકડું ઉપશીર્ષક પણ પ્રયોજ્યું છે. ઉપશીર્ષક વાંચતાં જ આ સંગ્રહની દિશા અને ગતિનાં એંધાણ છતાં થવા માંડે. સંગ્રહમાં કુલ ત્રેવીસ વાર્તાઓ છે. આ વાર્તાઓ મુખ્યત્વે સર્જકના પરિચિત પરિવેશ અને પોતીકા સંવેદનના જગતની સાક્ષી પૂરે છે. માનવમનની અકળ સંકુલતાઓને તેમજ લાગણીઓના તાણાવાણા, કુટુંબજીવનનાં વિવિધ સ્વરૂપોને પ્રગટાવીને એકવીસમી સદીના જીવનનો પડઘો પાડવાનો તેમણે વિનમ્રપણે પ્રયત્ન કરેલો છે. સાહિત્યજગતમાં કોઈ કૃતિનું પ્રગટવું તે પાયાની બાબત છે. પરંતુ એક જ ઘરેડમાં, એક જ વાતાવરણની એકથી વધુ સાહિત્યકૃતિઓ પ્રગટે એટલે પછી તેના સ્વરૂપનો વિચાર કરવાનું થાય તે સ્વાભાવિક છે. સર્જકેસર્જકે તેમાં નાવીન્ય આવવાનું જ. પરંતુ એનો મતલબ એ નથી કે તેમાં અરાજકતા આવે. કોઈ પણ કલાસ્વરૂપને જીવંત રાખવું હોય તો તેના પોતને સમયના વહેણ સાથે વહેવું પડે. સાહિત્ય સમાજ સાથે તેમજ જીવન સાથે પ્રગાઢપણે સંકળાયેલું છે. પરંતુ માત્ર લાગણીઓ કે સંવેદનાનો લેપ લગાવીને રજૂ કરાયેલાં કથાનકોમાં જો કલાત્મકતાનો અભાવ હશે તો તે ટૂંકી વાર્તા બની નહીં શકે. બીજી રીતે કહીએ તો તે ગંભીર વાચન માટે કેળવાયેલા પરિપક્વ વાચકો સુધી પહોંચવામાં સફળ નહીં થઈ શકે. હા, છાપામાં હપ્તાવાર પ્રગટેલી વાર્તાઓ વાંચતાં કે રેલવેમાં બારી પાસે બેસીને સમય પસાર કરવા વાંચતાં ને માત્ર કથાવસ્તુને જ વાર્તા સમજનારાં અપરિપક્વ ભાવકોને આ પ્રકારનાં કથાનકો અવશ્ય આકર્ષી શકે. હવે સંગ્રહની વાર્તાઓ વિષે વાત માંડીએ. આ સંગ્રહમાં વાર્તાઓ મુખ્યત્વે માનવમનની પીડાને વાચા આપે છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ડબલ બેડ’ માનસિક પીડા અનુભવતી નાયિકાની મનોવૃત્તિને પ્રગટ કરે છે. વર્ષો પહેલાં નવોઢા બનીને આવેલાં રમીલાબહેનને તેમનાં સાસુ સુપ્રિયાબહેન લગ્નજીવનની પ્રથમ રાત્રીએ કશાયે કારણ વિના ડબલ બેડ પર સૂવાના સુખથી વંચિત રાખે છે. આ અન્યાયને પોતાના મનમાં સંઘરીને રોજ પીડાતાં રમીલાબહેન વૃદ્ધાવસ્થામાં પણ ભૂલી શકતાં નથી. ઑફિસમાં કે સ્ટાફ સાથે કે પાડોશી સાથે મિલનસાર રહેનાર રમીલાબહેન એકાંતમાં સાસુ પર બદલાની ભાવનાથી જે અત્યાચાર ગુજારે છે તે વાર્તાનો વિષય છે. વિષય થોડો વિચિત્ર અને નવો છે. થોડી વધુ માવજત રાખીને આ વાર્તાને વધુ પ્રભાવક બનાવી શકાઈ હોત. અહીં રમીલાબહેનના ચરિત્રને માનસિક રોગી તરીકે વધુ પ્રભાવક રીતે પ્રસ્તુત કરી શકાયું હોત. ઘણી બિનજરૂરી વિગતો કે પરિવેશ ટાળી શકાયાં હોત. સુપ્રિયાબહેનના પાત્ર વિષે લેખિકા પોતે જ અવઢવમાં હોય તેવું લાગે. ‘કાલ – ગઈ અને આવતી’ વાર્તા પણ માત્ર ઘટના બની રહે છે. વાર્તાકાર વાર્તાના રહસ્યને ઉજાગર કરવામાં તદ્દન નિષ્ફળ જાય છે. વાર્તાના આરંભ મધ્ય કે અંતના તાંતણા કેમે કરીને જોડાઈ શકતા નથી. આકાશવાણીમાં કામ કરતી વાર્તાકથક સાક્ષીભાવે પોતાની નજર સામે બનેલી બે નિષ્ફળ પ્રેમકહાનીનું બયાન પ્રસ્તુત કરે છે. જેમાં એક સફળ પ્રેમકહાની અને બીજી વૃદ્ધાશ્રમના દ્વાર પાસે ઊભેલી કહાનીને અહીં રજૂ થતી જોઈ શકાય છે. વસ્તુસંકલનની દૃષ્ટિએ આ વાર્તા ઊણી ઊતરે છે. ‘ડેડી’ વાર્તા પણ એ જ ઘરેડમાં આગળ વધે છે. સૌદામિની અને સુધીર સાહિત્ય સાથે જોડાયેલું દંપતી છે. ગળાડૂબ કામમાં ડૂબેલાં બંને વચ્ચે, બે બાળકો થયા પછી અંતર ધીમેધીમે વધતું જાય છે. અંતે અલગ થયેલાં આ દંપતીનાં સંતાનો પોતાના બાપ સાથે રહેવા ઝૂરે છે. વર્ષો જતાં કન્નડ સાહિત્યના સર્જન માટે સાહિત્ય અકાદેમી એવૉર્ડ લેવા દિલ્હી આવતા સુધીરને તેની દીકરી પોતાના ઘરે રહેવા બોલાવે છે. મા-બાપની વચ્ચે વધેલી ખાઈ બાળકોનાં મન પર કેવી અસર કરે છે તે આ વાતનો મુખ્ય સૂર છે. પણ લેખિકા આ વાર્તાના વિષયને હજુ વધુ ધારદાર રીતે રજૂ કરી શક્યાં હોત. આ સંગ્રહની તદ્દન નબળી કહી શકાય તેવી વાર્તા એટલે ‘ગાજરનો હલવો’. આખી વાર્તામાં એક ફકરામાં વાર્તાનું કથાનક છે અને તેના માટે પરિવેશ બનાવવાની મથામણ આખી વાર્તામાં લેખિકા કરતાં રહ્યાં છે. શિવરાત્રીના દિવસે ‘ગાજરના હલવા’ના પ્રસાદને તરછોડીને વાર્તાનાયિકા રીટાનો પતિ રમેશરાય લકવાગ્રસ્ત બને છે. વર્ષોથી ત્યજેલા ગાજરના હલવાને જ્યારે સાહિત્યલેખન-શિબિરમાં મહિલામંડળ ભેગું થાય છે, ત્યારે પોતાના દીકરાના જન્મદિવસ નિમિત્તે બનાવેલો ગાજરનો હલવો લઈને આવેલાં રૂપાબહેન બધી જ સખીઓને પીરસે છે. આ હલવો રીટાને પોતાનો ભૂતકાળ તાજો કરાવે છે. વાર્તાકાર વાર્તાની મુખ્ય ઘટનાને વિસ્તારવાને બદલે વધુ સમય ગાજરનો હલવો બનાવવાની રેસિપીમાં વેડફે છે. અહીં મહિલામંડળની બહેનોની વૃત્તિઓને ઉજાગર કરવાને બદલે વાર્તાના મુખ્ય સૂરને તે વધુ ઉપસાવી શક્યાં હોત. ‘ચિરંજીવ અને સુદીપ’ વાર્તામાં વર્ષોથી મગજમાં ઊંડાં મૂળ નાખી ગયેલા પુરુષવાદ સામે મહિલા-સમાનતાની નક્કરતાને તીવ્ર સ્વરે રજૂ કરાયેલી છે. એકંદરે વાર્તા માત્ર કાચો મુસદ્દો સાબિત થાય છે. આ સંગ્રહની સારી કહી શકાય તેવી વાર્તા છે ‘સાટાપાટા.’ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી વાર્તાનાયિકા વિશ્વશાંતિ અને કલ્યાણની ભાવના સાથે રાજદ્વારી કચેરીમાં જોડાઈ છે. આ નોકરીના ભાગ રૂપે તે લગભગ અડધું વિશ્વ ખૂંદી વળે છે. પૈસો, સુખ, સમૃદ્ધિ, નામના બધું જ તેને આ નોકરીમાં મળે છે. પરંતુ માનવતાની ભાવનાવાળી નાયિકાને રાજદ્વારી નોકરીમાં દંભ, અમાનવીયતા અને યુદ્ધની વરવી વાસ્તવિકતા હચમચાવી મૂકે છે. નૈતિકતાના ભોગે આ સુંવાળી નોકરી ન કરવા માગતી નાયિકા બધું જ છોડીને મનોચિકિત્સકની ડૉક્ટરની ડિગ્રી મેળવીને પોતાની આસપાસના બાથમાં સમાય તેવા નાના સમૂહનાં આંસુ લૂછવાની કોશિશ કરવા મથે છે. આ વાર્તામાં માનવકલ્યાણ જ સર્વોપરિ છે તેવી ભાવનાને લેખિકા સ-રસ રીતે ઉપસાવી શક્યાં છે. દાહોદના અંતરિયાળ વિસ્તારમાં વસેલા આદિવાસી સમાજની કરુણ પરિસ્થિતિ અને ભાવનાત્મક લાગણી ‘તુલસી’ વાર્તામાં સુપેરે પ્રગટ થઈ છે. વાર્તામાં દુષ્કાળનો પરિવેશ લેખિકા ઉપસાવી શક્યાં છે પરંતુ વાર્તાનું રહસ્ય જમાવી શકવામાં અસમર્થ રહ્યાં હોય તેવું ભાસે. ‘અટકેલું મન’ વાર્તા પણ છેવાડાના વિસ્તારના પરિવેશમાં રચાયેલી કૃતિ છે. માનવીય સંબંધોની ગૂંચવણો, સમાજની કદરૂપી છબી અને યથાર્થ સુંદરતાને વણવાનો પ્રયત્ન સર્જકે કર્યો છે. આ વાર્તામાં પરિવેશને બળકટ બનાવવામાં વાર્તાતત્વને હાનિ પહોંચે છે. ‘અણસાર’ વાર્તામાં દાંપત્યજીવનને થોડી વિશિષ્ટ રીતે લેખિકાએ રજૂ કર્યું છે. નાની ઉંમરે જ નિવૃત્ત જીવનની રૂપરેખા તૈયાર કરનાર ચૈતન્ય તેની પત્ની શ્વેતાને પ્રકૃતિમાંથી વિદાય લેવાના અણસાર ઘણીવાર આપે છે. પરંતુ પત્ની આ અણસારને કળી શકે એ પહેલાં જ પતિની વિદાય થાય છે. ‘તલસાટ’ વાર્તામાં પિતાના અવસાનથી ભાંગી પડેલી વાર્તાનાયિકા કેતકીનો જીવનરસ જાણે સુકાઈ ગયો હોય તેવું લાગે. આ કારમો ઘા સહન થાય ત્યાં જ માતાની અણધારી વિદાયથી તે સાવ ભાંગી પડે છે. સ્મશાનમાં જ પોતાનું અર્ધદગ્ધ ચિત્ત સંભાળવા મથતી કેતકીને બહેનપણી ગીતા આશ્વાસન આપે છે. ઘરે લાવીને એને ચા પીવડાવે છે. આ સાંકેતિક ક્રિયા દ્વારા જાણે મરેલાં માબાપને અલવિદા કહીને નૂતન જીવનનો આરંભ કહો, કે તલસાટ એનામાં જાગૃત કરે છે. ‘નાવ ડૂબ્યાનો ભય’, ‘લાડકવાયી’, ‘પુનરાવર્તન’, ‘બટકું રોટલો’ ‘વડના ટેટા’, ‘વીંટલો’, ‘સથવારો’, ‘હૂંફાળો ખૂણો’ વગેરેમાં વડીલોની રાહબરી, વાત્સલ્ય, સન્માન, પરસ્પર લાગણીના તાણાવાણા, મનદુઃખ, પ્રેમ, રીસ, ગુસ્સો, ઉપેક્ષા કે અપેક્ષાનો પડઘો અનુભવાય છે. ‘ઝોકું’ થોડા અલગ વિષયવસ્તુને પ્રસ્તુત કરતી વાર્તા છે. મૃત દીકરીનું પાછું ઘરે આવવું અને નાની બહેનના શરીરમાં આવીને ધૂણવું તેમજ પરિવારના કલ્યાણ-અર્થે ઘરમાં જ વસવાટ કરવો, કાઠિયાવાડના ગામડાઓમાં આવા પ્રસંગો જોવા મળે. વાર્તાકારે વાર્તામાં આ વિષયને પ્રસ્તુત કર્યો છે પણ એ આખીયે બાબત થોડી અરુચિકર લાગે. વાર્તાના મૂળ તંતુ સાથે એનો મેળ બેસાડવો કઠિન થઈ પડે. કદાચ આ આખીયે બાબત વાર્તામાં ન હોત તો પણ વાર્તાને કોઈ હાનિ ન થાત. અથવા તો આ પ્રસંગ છે તો પણ વાર્તાના અંત સુધીમાં એ ચમત્કાર સર્જી શકવામાં નિષ્ફળ જાય છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘એકોક્તિ’ પ્રયોગશીલ વાર્તા છે. તેમાં પત્રપ્રયુક્તિનો ઉપયોગ થયેલો છે. આપણા સાહિત્યમાં આ વાર્તા પૂર્વે પણ આ પ્રકારના ઘણા પ્રયોગો જોવા મળે જ છે. પરંતુ આ વાર્તા માત્ર પ્રયોગશીલતા પૂરતી જ સીમિત બની રહી છે. બે પ્રિયજનોની માનસિક અથડામણને વ્યક્ત કરતી આ વાર્તા છે. પ્રેમમાં પડવું સહેલું છે. પરંતુ એક છત્ર નીચે રહીને તેને નિભાવવો એ ખૂબ જ કઠિન છે. જ્યાં સુધી સાથે ન હોઈએ ત્યાં સુધી બધું જ રૂડુંરૂપાળું ભાસે પરંતુ સાથે પનારો પડે પછી જ વાસ્તવિકતા સામે આવે તેવો ભાવ આ વાર્તામાં વ્યક્ત થયો છે. સંબંધોની આંટીઘૂંટી, અહમ્‌નો ટકરાવ અને ત્રીજી વ્યક્તિ દ્વારા સુમેળ સ્થાપવાની મથામણ આ વાર્તામાં કેન્દ્રસ્થાને જોઈ શકાય છે. આ સંગ્રહમાં વાર્તાતત્ત્વના ચમકારા અવશ્ય આકર્ષે છે, પરંતુ કલાત્મકતાનો કંઈક અંશે અભાવ વર્તાય છે. અમુક વાર્તાઓમાં એ કંઈક અંશે સિદ્ધ પણ થતાં જોવા મળે. પરંતુ સંઘેડાઉતાર વાર્તાનું ઉદાહરણ મને આખાયે સંગ્રહમાંની એક પણ વાર્તામાં મળતું નથી. સર્જક પોતાની આસપાસના ભાવવિશ્વમાં બનેલી ઘટનાઓમાંથી કથાનકો અવશ્ય રચે છે, પરંતુ તે કથાનકો ટૂંકી વાર્તા ન બનતાં વાર્તાતત્વ અને કલાત્મકતાથી વંચિત કુપોષિત કથાનકો જ બની રહે છે. સર્જક પોતે પણ પ્રસ્તાવનામાં નોંધે છે કે – ‘આવી ઘટનાઓ કે વાતોનો પડઘો આ ‘કણસાટ’માં છે. આપ પરિસ્થિતિઓ અને ઘટનાઓની સંવેદનશીલતા અનુભવશો.’ (પૃ. ૮) આ બધી જ વાર્તાઓમાંથી પસાર થતાં એક બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વાર્તાકાર મૂળભૂત આવેગો કે વૃત્તિઓના આલેખનથી આગળ વધી શકવામાં જાણે કે અસમર્થ છે. આસપાસના પરિવેશમાં બનતી ઘટનાઓને, પ્રસંગોને કાચી સામગ્રી તરીકે લેતાં વાર્તાકાર તેને પરિપક્વ બનાવી શકવામાં સફળ થતાં નથી. દરેક વાર્તા ઊઘડે છે ખરી, પરંતુ શિથિલ વસ્તુસંકલનાને કારણે સામગ્રીના ઢગલા જેવી લાગે છે. માત્ર ઘટનાઓને ઘસીઘસીને ચમકાવીને રજૂ કરવાની જહેમત લેવાને બદલે વાર્તારસમાં બોળીને આ કથાનકો પ્રગટ થયાં હોત તો અવશ્ય લક્ષ્યગામી પુરવાર થાત. વાર્તાઓ વધુ પડતી બોલકી છે. એકંદરે સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરવામાં સર્જકનો પનો પણ ટૂંકો જ પડ્યો છે તેવું સ્પષ્ટ પણે કહી શકાય. વાર્તાકારની ભાષામાં અંગ્રેજી શબ્દોનો અતિરેક જોવા મળે છે. ઘણીબધી વાર બિનજરૂરી હોય ત્યાં પણ એ પ્રકારના શબ્દપ્રયોગો અવરોધ ઊભો કરનારા બને છે. થોડી ભાષાકીય ભૂલો પણ ટાળી શકાઈ હોત. હું થોડાં દૃષ્ટાંતો અહીં ટાંકું છું. – – ખાંડનો problem હોય તો અડધી ખાંડ અને અડધો ગોળ પણ નાખી શકાય. ફિગર કૉન્શિયસ ગૃહિણીઓ એક નવી ચર્ચામાં ઊતરી.(‘ગાજરનો હલવો’ પૃ. ૩૧)
– કદાચ નોકરીની શરૂઆત કરી ત્યારે આટલા વિકલ્પો નહોતા, આટલી ખાનગી કંપનીઓ નહોતી, ગ્લોબલાઇઝેશન નહોતું અને હેડ-હન્ટર્સ તો ઘણી દૂરની વાત હતી. આજે જ્યારે સાતેક કરતાં વધુ વિભાગોનો અનુભવ મેળવી ચૂકી, ત્યારે માર્કેટ અને નોકરીનો સીન બદલાઈ ગયો છે. એ જ વેળા સુબ્રત બાગચીનો લેખ યાદ આવ્યો — તમારા જીવનની અજાણી વ્યક્તિ—સ્ટ્રેન્જર ઇન યોર લાઈફ. (‘હૂંફાળો ખૂણો’ પૃ. ૧૬૩ )
કલ્પના પાલખીવાલાની રાજકીય ચેતના જાગૃત અને સક્રિય છે. નોકરીના કારણે થતાં પ્રવાસો અને અનુભવોથી તે સમૃદ્ધ થતાં ગયાં છે. નગરજીવનથી લઈને આદિવાસી જીવનના ધબકારને તેઓ નજીકથી સાંભળી શક્યાં છે અને ઝીલી પણ શક્યાં છે. આશા છે કે તેમનું બહોળું વાચન, અભ્યાસ, પ્રવાસ અને કલાપ્રેમ તેમની અંદર રહેલા સર્જકને અવશ્ય પોષણ આપશે. તેમની પાસેથી સંઘેડાઉતાર વાર્તાસંગ્રહો મળશે તેવી અભિલાષા સાથે...

[આર. આર. શેઠ, અમદાવાદ]