આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/C: Difference between revisions

no edit summary
(formatting)
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:
'''Cacophony શ્રુતિકટુત્વ'''
'''Cacophony શ્રુતિકટુત્વ'''
:ચોક્કસ પ્રકારનો પ્રભાવ ઊભો કરવા માટે સર્જક દ્વારા થતું કર્કશ કે કઠોર શ્રુતિઓનું સંયોજન. જેમકે, સિતાંશું યશશ્ચન્દ્રના ‘મૃત્યુ–એક સરરિયાલિસ્ટ અનુભવ’ કાવ્યની પંક્તિઓ જુઓ :

‘ભડક્યા સામી છાતી, અડધાં કરું બંધ જ્યાં કમાડ
{{Block center|'''<poem>‘ભડક્યા સામી છાતી, અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા, ધાડ.
ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા, ધાડ.
પાંપણ તોડી, તોડ્યા ખડકો
પાંપણ તોડી, તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા’
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા’</poem>'''}}
'''Cadence મૂર્ચ્છના, સ્વરાવરોહ'''
'''Cadence મૂર્ચ્છના, સ્વરાવરોહ'''
:બોલવામાં અવાજની ચડઊતર સામાન્ય અર્થમાં ભાવોના સ્વાભાવિક લયનો-’આંતરલય’નો—આરોહ અવરોહનો નિર્દેશ કરે છે. વિશિષ્ટ અર્થમાં વાક્યના અંત પહેલાં આવતી લયાત્મક તરાહનો નિર્દેશ કરે છે : જેમકે, પ્રશ્નાર્થ. ગદ્ય અને પદ્ય બંનેમાં આની ઉપસ્થિતિ છે.

Line 28: Line 28:
:શબ્દનો ખોટો ઉપયોગ. શબ્દ જે અર્થ ન આપતો હોય એ અર્થમાં શબ્દને પ્રયોજવામાં આવે છે. જેમકે, રાજેન્દ્ર શાહની પંક્તિમાં ક્ષિતિજના અર્થમાં

‘ક્ષિતરેખ’નો પ્રયોગ :
‘ક્ષિતરેખ’નો પ્રયોગ :
તરુની ક્ષિતિરેખ પાછળ
{{Block center|'''<poem>તરુની ક્ષિતિરેખ પાછળ
લય પામે રવિ રશ્મિ અંતિમ
લય પામે રવિ રશ્મિ અંતિમ</poem>'''}}
'''Catalogue verse સૂચિપદ્ય'''
'''Catalogue verse સૂચિપદ્ય'''
:વસ્તુઓ, સ્થળો કે વ્યક્તિઓનાં નામોની યાદી આપતું પદ્ય. મધ્યકાલીન સાહિત્યમાં ભૌગોલિક કે સાંસ્કૃતિક હકીકતો સ્મરણમાં ટકે એ માટે પ્રયત્ન કરાતો અને મોટે ભાગે આ પ્રથા મહાકાવ્યોમાં હતી. જૈન સાહિત્યમાં જોવા મળતી પટ્ટાવલીઓ અને ગુજરાતી આખ્યાન સાહિત્યમાં સૂચિપદ્ય જોઈ શકાય છે. જેમકે, પ્રેમાનંદના ‘ચન્દ્રહાસાખ્યાન’ની પંક્તિઓ જુઓ :

“વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિત વાય
{{Block center|'''<poem>“વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિત વાય
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી શોભાય
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી શોભાય
શ્રીફળ ફોફળ કેરડી રે કેળ ને કોરંગી
શ્રીફળ ફોફળ કેરડી રે કેળ ને કોરંગી
બીલી બદરી મલિયાગર મરચી લીંબણ ને લવિંગ.”
બીલી બદરી મલિયાગર મરચી લીંબણ ને લવિંગ.”
(કડવું ૧૩, ૪, ૫ કડીઓ)
(કડવું ૧૩, ૪, ૫ કડીઓ)</poem>'''}}
'''Cataphora અનુદર્શી'''
'''Cataphora અનુદર્શી'''
:પછીના આવનાર ઘટકનો નિર્દેશ કરતી સંજ્ઞા. મોટે ભાગે એ અવેજી રૂપ હોય છે. જેમકે ઉમાશંકર જોશીના ‘બાલ રાહુલ’ની પંક્તિઓ :

“મૂંગો ગણ્યો મેં ઠપકો વિધિનો :
{{Block center|'''<poem>“મૂંગો ગણ્યો મેં ઠપકો વિધિનો :
રે કાં હજી તું લપટાઈ છે રહ્યો?”
રે કાં હજી તું લપટાઈ છે રહ્યો?”</poem>'''}}
'''Catastrophe નિર્વહણ'''
'''Catastrophe નિર્વહણ'''
:નાટક કે નવલકથાના વસ્તુ-વિકાસમાં અંતિમ ઘટનાનું નિર્માણ કરતો મહત્ત્વનો વળાંક. નવલકથા કે નાટકના વસ્તુ-વિકાસના વિવિધ તબક્કાઓનું પાશ્ચાત્ય વિવેચનમાં થયેલું પૃથક્કરણ ભરતના નાટ્યશાસ્ત્રમાં નાટકના વસ્તુવિકાસના તબક્કાઓ સૂચવતી પાંચ સંધિઓ સાથે સરખાવી શકાય એવું છે :

Exposition (મુખ), Introduction (પ્રતિમુખ), Rising Action (ગર્ભ), Falling Action (વિમર્શ), Catastrophe (નિર્વહણ).
:Exposition (મુખ), Introduction (પ્રતિમુખ), Rising Action (ગર્ભ), Falling Action (વિમર્શ), Catastrophe (નિર્વહણ).
'''Catharsis વિરેચન'''
'''Catharsis વિરેચન'''
:કલાકૃતિ દ્વારા (વિશેષ રીતે નાટક દ્વારા) ભાવકની લાગણીઓ, આવેગોનું વિશોધન. મૂળે વૈદ્યકીય પરિભાષાનો આ શબ્દ કલાકૃતિ અને ભાવકના વિશેષ સંબંધને મૂલવવા માટે પ્રયોજાય છે. કરુણરસપ્રધાન નાટક(Tragedy)ના સંદર્ભમાં ‘પોએટિક્સ’ પ્રકરણ-૬માં ઍરિસ્ટોટલ તે પ્રકારના નાટક દ્વારા દયા (pity) અને ભીતિ (horror) જેવા ભાવોની થતી શુદ્ધિનો નિર્દેશ કરે છે.

Line 91: Line 91:
'''Climax પરાકાષ્ઠા'''
'''Climax પરાકાષ્ઠા'''
:વસ્તુ સંયોજનાની ગૂંચનો ઉકેલ (Resolution) સૂચવે એવું વાર્તા કે નાટકના રસની ચરમ સ્થિતિનું ઘટના-બિંદુ.

‘...પરાકોટિ એટલે નાટકમાં જે કોઈ ઠેકાણે લાગણી ઉચ્ચમાં ઉચ્ચ બિંદુએ પહોંચી હોય તે ક્ષણ. એકાંકીમાં કોઈ વખતે કટોકટી (crisis), પરાકોટિ (climax) અને અંત એ એકસાથે આવે એ અશક્ય નથી. (ઉમાશંકર જોશી, ‘શૈલી અને સ્વરૂપ’. પૃ. ૯૮)
:‘...પરાકોટિ એટલે નાટકમાં જે કોઈ ઠેકાણે લાગણી ઉચ્ચમાં ઉચ્ચ બિંદુએ પહોંચી હોય તે ક્ષણ. એકાંકીમાં કોઈ વખતે કટોકટી (crisis), પરાકોટિ (climax) અને અંત એ એકસાથે આવે એ અશક્ય નથી. (ઉમાશંકર જોશી, ‘શૈલી અને સ્વરૂપ’. પૃ. ૯૮)
'''Clinamen વિકસન'''
'''Clinamen વિકસન'''
:જુઓ : Influence, the anxiety of
:જુઓ : Influence, the anxiety of
'''Close-Reading ઘનિષ્ઠ વાચન, સૂક્ષ્મ વાચન'''

:અમેરિકી નવ્ય વિવેચનના ઉદય પહેલાં સાહિત્યકૃતિને ઇતિહાસ, મૂળ સ્રોત, કર્તાનું જીવનચરિત્ર કે એનો મનોભાવ, યુગદૃષ્ટિ કે પ્રવર્તમાન વિચારધારા વગેરે ધોરણોથી તપાસવાની જે પરંપરા હતી, તેના વિરોધમાં નવ્ય વિવેચને કૃતિનું કેવળ સાહિત્ય �धોરણોએ વિવેચન કરવા પર ભાર મૂક્યો. તે માટે કૃતિ બહારથી કશું આયાત કર્યા વગર, માત્ર કૃતિનું ‘ઘનિષ્ઠ વાચન’ કરવાનો અને એમ કેવળ કૃતિગત સંદર્ભોનો જ આધાર લઈને કૃતિનું અર્થઘટન કરવાનો આગ્રહ રાખ્યો હતો.
:અમેરિકી નવ્ય વિવેચનના ઉદય પહેલાં સાહિત્યકૃતિને ઇતિહાસ, મૂળ સ્રોત, કર્તાનું જીવનચરિત્ર કે એનો મનોભાવ, યુગદૃષ્ટિ કે પ્રવર્તમાન વિચારધારા વગેરે ધોરણોથી તપાસવાની જે પરંપરા હતી, તેના વિરોધમાં નવ્ય વિવેચને કૃતિનું કેવળ સાહિત્ય ધોરણોએ વિવેચન કરવા પર ભાર મૂક્યો. તે માટે કૃતિ બહારથી કશું આયાત કર્યા વગર, માત્ર કૃતિનું ‘ઘનિષ્ઠ વાચન’ કરવાનો અને એમ કેવળ કૃતિગત સંદર્ભોનો જ આધાર લઈને કૃતિનું અર્થઘટન કરવાનો આગ્રહ રાખ્યો હતો.
'''Closet Drama શ્રવ્ય નાટક'''
'''Closet Drama શ્રવ્ય નાટક'''
:નાટક એ મુખ્યત્વે ભજવણીની કળા હોઈ નાટ્યકૃતિના તખ્તા સાથેના સંબંધને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ તખ્તાનાં નાટકોથી અલગ કેટલાંક એવાં નાટકો છે જે નવલકથા આદિ સ્વરૂપોની જેમ માત્ર વાંચવા સાંભળવાના હેતુસર લખાયાં હોય છે. આ નાટકો શ્રવ્ય નાટકો છે.

'''Coda સૉનેટ પુચ્છ'''
'''Coda સૉનેટ પુચ્છ'''
:લૅટિન ‘cauda’ પરથી આવેલ સંજ્ઞા, જેનો અર્થ પુચ્છ એવો થાય છે. સૉનેટમાં પ્રસંગોપાત્ત જોડવામાં આવતો ટુકડો. કેટલાક પ્રયોગશીલ કવિઓ ચૌદ પંક્તિ પછી એકાદ પંક્તિ ઉમેરે છે. ઇટેલિયન સૉनેટમાં કોઈ વાર અંતે બે કે પાંચ પંક્તિઓ ઉમેરાતી; આ સૉनેટ ‘સપુચ્છ-સૉનેટ’ (Tailed Sonnet) કહેવાય છે. અને ઉમેરાયેલી વધારાની પંક્તિઓ ‘સૉનેટ-પુચ્છ’ તરીકે ઓળખાય છે. સૉनેટમાં યુગ્મકને અંગે એની ચોટને ધારદાર બનાવવા અથવા સંવેદનની નિઃશેષ અભિવ્યક્તિ માટે કવિઓ એનો ઉ૫યોગ કરે છે. જેમકે, જયંત પાઠકનું ‘વસંત’ સૉनેટ.
:લૅટિન ‘cauda’ પરથી આવેલ સંજ્ઞા, જેનો અર્થ પુચ્છ એવો થાય છે. સૉનેટમાં પ્રસંગોપાત્ત જોડવામાં આવતો ટુકડો. કેટલાક પ્રયોગશીલ કવિઓ ચૌદ પંક્તિ પછી એકાદ પંક્તિ ઉમેરે છે. ઇટેલિયન સૉनેટમાં કોઈ વાર અંતે બે કે પાંચ પંક્તિઓ ઉમેરાતી; આ સૉनેટ ‘સપુચ્છ-સૉનેટ’ (Tailed Sonnet) કહેવાય છે. અને ઉમેરાયેલી વધારાની પંક્તિઓ ‘સૉનેટ-પુચ્છ’ તરીકે ઓળખાય છે. સૉનેટમાં યુગ્મકને અંગે એની ચોટને ધારદાર બનાવવા અથવા સંવેદનની નિઃશેષ અભિવ્યક્તિ માટે કવિઓ એનો ઉ૫યોગ કરે છે. જેમકે, જયંત પાઠકનું ‘વસંત’ સૉનેટ.
'''Code સંહિતા'''
'''Code સંહિતા'''
:સંકેતવિજ્ઞાની રોલાં બાર્થે પ્રચલિત કરેલી સંજ્ઞા. સંકેતવિજ્ઞાનીઓ એવું માને છે કે બુદ્ધિગ્રાહ્યતાનો આધાર સંહિતા છે. જ્યારે આપણે કોઈ ઘટનાને અર્થયુક્ત બનાવીએ છીએ, ત્યારે તેનું કારણ આપણે વિચારોની એક વ્યવસ્થા ધરાવીએ છીએ તે જ હોય છે. જેને આપણે ‘સંહિતા’ કહીએ છીએ તેના દ્વારા જ આ શક્ય બને છે. પ્રાચીન કાળમાં જ્યારે આકાશમાં વીજળી થતી હતી ત્યારે એવું માનવામાં આવતું હતું કે ઊંચા પર્વતોમાં કે આકાશમાં રહેનારી કોઈ શક્તિનું આ કામ હશે. હવે એને એક ભૌતિકવિજ્ઞાનીય ઘટના જ સમજવામાં આવે છે આમ એક પુરાકલ્પનાત્મક (Mythical) સંહિતાનું સ્થાન એક વૈજ્ઞાનિક સંહિતાએ લીધું છે. માનવભાષાઓ ‘સંહિતાકરણ’ (codification)નાં સૌથી વધુ વિકસિત ઉદાહરણો છે. જે સંહિતાઓ અસ્તિત્વમાં છે તે ઉપભાષિક (sub-linguistic) છે યા તો ભાષિકેતર (supra-linguistic) છે. ચહેરાના હાવભાવ એ ભાષિકેતર સંહિતાનું ઉદાહરણ છે; જ્યારે સાહિત્યિક પ્રણાલી એ ઉપભાષિક સંહિતાનું ઉદાહરણ છે. આમ સંહિતા એ અમૂર્ત નિયમોની એક વ્યવસ્થા છે.

Line 158: Line 158:
:અનેક વૃત્ત પંક્તિઓના સમન્વિત વિનિયોગથી રચાયેલી પદ્યકૃતિ.

:જેમકે, ઉમાશંકર જોશીના ‘નિશીથ’ની પંક્તિઓ :

નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય
{{Block center|'''<poem>નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય
સ્વર્ગંગનો સોહત હાર કંઠે
સ્વર્ગંગનો સોહત હાર કંઠે
કરાલ ઝંઝા ડમરું બજે કરે
કરાલ ઝંઝા ડમરું બજે કરે
પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ
પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ
તેજોમેઘોની ઊડે દૂર પામરી
તેજોમેઘોની ઊડે દૂર પામરી
હે સૃષ્ટિ પાટે નટરાજ ભવ્ય!
હે સૃષ્ટિ પાટે નટરાજ ભવ્ય!</poem>'''}}
'''Comprehension આકલન'''
'''Comprehension આકલન'''
:સાહિત્યકૃતિમાં પ્રગટ થતું સર્જકનું જીવનદર્શન તેની આકલનશક્તિનું પરિણામ હોય છે. સર્જકનું આકલન જેટલું વિશાળ તેટલી કૃતિ વધુ સંકુલ બની શકે. જીવનના સીધા અનુભવો અને સર્જકની ગ્રહણશક્તિ આકલનની પ્રક્રિયાનો ભાગ છે. સર્જકનું આકલન તેની જીવન અને કલા પરત્વેની રુચિનું પણ પ્રતિબિંબ પાડે છે.

Line 183: Line 183:
:દૃશ્ય કવિતા, આધુનિક ચિત્રકલા અને સંગીતને સમાન્તર થવાનો ઉદ્યમ કરે છે. પાના ઉપર રજૂ થયેલ પદાર્થરૂપે અહીં કવિતાને જોવાની છે. આ કવિતા જોવાય અને સંભળાય. એ રીતે જોઈએ તો ચિત્રાત્મક અક્ષરાંકન સાથેની આ દૃશ્ય કવિતા છે.

:ઘણીવાર ‘દૃશ્યકવિતા’ વાચકને મૂંઝવણમાં મૂકે : એની સામે જે કવિતા છે જે વાંચવા માટેનું ચિત્ર છે કે જોવા માટેની કવિતા છે. અહીં શબ્દ ભૌતિક સ્થલગત પદાર્થ તરીકે ઊભો રહે છે અને યુગપત હયાતી ધરાવતા અર્થોની બહુલતા દર્શાવે છે. ફ્રેંચ કવિ મૅલાર્મે સ્થલગત ‘વ્યાકરણ’ દ્વારા બહુઅર્થતાની અશ્રેણીબદ્ધ અને અરૈખિક યુગપતતા એના પ્રસિદ્ધ કાવ્ય ‘પાસાફેંક’ (Un coup de des)માં સાપેક્ષ રીતે સિદ્ધ કરે છે. જેમકે ચન્દ્રકાન્ત ટોપીવાળાની કવિતા :

કાળી કીકી કાળીકીડીકીડીકીડી માળીકીડીહારકાળી
{{Block center|'''<poem>કાળી કીકી કાળીકીડીકીડીકીડી માળીકીડીહારકાળી
કાળાકાળાશતશતચંચલપગનીકાળીહલચલઓથે હોલાતો
કાળાકાળાશતશતચંચલપગનીકાળીહલચલઓથે હોલાતો
સૂરજ તડકાની તાતી તાતી રાતી કીડી હવે ન ચટકે
સૂરજ તડકાની તાતી તાતી રાતી કીડી હવે ન ચટકે</poem>'''}}
'''Concrete Universal મૂર્ત સાર્વભૌમિક'''

:આદર્શવાદી ફિલસૂફીમાં હેગલ પાસેથી મળેલી આ સંજ્ઞા જ્યારે સાહિત્યક્ષેત્રમાં આવે છે ત્યારે એનો લાક્ષણિક અર્થ થાય છે મૂર્ત કલ્પના દ્વારા વ્યક્ત થતો સામાન્ય વિચાર. પ્રવર્તમાન વિવેચનમાં આ સંજ્ઞા, કલા જે વિશેષ અને સામાન્ય વચ્ચે, વૈયક્તિક અને સાર્વભૌમિક વચ્ચે એકત્વ સાધે છે તે સૂચવે છે.

Line 206: Line 206:
:પૂર્વવતી અને અનુવર્તી વિવિધ સ્વરો વચ્ચે એકસરખા યા એકના એક વ્યંજનોનું સઘન પુનરાવર્તન,

:જેમકે, પ્રહ્‌લાદ પારેખની પંક્તિ :
:જેમકે, પ્રહ્‌લાદ પારેખની પંક્તિ :
‘આજ આ શાલની મંજરી ઝરી ઝરી.
{{Block center|'''<poem>‘આજ આ શાલની મંજરી ઝરી ઝરી.
પમરતી પાથરી દે પથારી
પમરતી પાથરી દે પથારી</poem>'''}}
'''Constructivism નિર્માણવાદ'''
'''Constructivism નિર્માણવાદ'''
:૧૯૨૪ની આસપાસના સોવિયટ લેખકોના જૂથની રીતિઓ અને અભિવૃત્તિઓને અનુલક્ષીને નિર્માણવાદ નામ અપાયું. એમણે જથ્થો, પરિમાણ અને અવકાશના ચુસ્ત સ્વરૂપગત સંયોજનોને અને આધુનિક ઔદ્યોગિક સામગ્રી તેમ જ તરીકાઓનો ઉપયોગ કર્યો અને વિચારપૂર્વક માન્યતાઓ તેમ જ આધુનિક ટેક્‌નિકલ વિકાસના સિદ્ધાંતોનો સમન્વય કર્યો. એક પ્રકારની અપ્રતિનિધાનશીલ અને ભૌમિતિક કલારીતિ વિકસાવી. ખાસ તો મંચસજ્જામાં એમનો વિનિયોગ અત્યંત ધ્યાનપાત્ર બનેલો, આના મુખ્ય સિદ્ધાંતકારોમાં કવિ કે. ઝેબિન્સ્કી, આઈ. એલ. સેલિન્સ્કી અને વેરા ઈન્બેર હતાં.

Line 222: Line 222:
:સૂચક રીતે ભિન્ન એવા બે ભાવ, વિચાર કે કલ્પનની સહોપસ્થિતિ. આ સહોપસ્થિતિ ઘટના વિષયવસ્તુ કે દૃશ્યને સ્પષ્ટ કરે છે યા ઉત્કટ કરે છે. ટુંકમાં, પ્રસ્તુતના ઉત્કર્ષ કે પ્રદર્શન માટે વિરોધી પદાર્થોની સહોપસ્થિતિ સાહિત્યકલાની જાણીતી પ્રવિધિ છે.

:જેમ કે, મકરંદ દવેની પંક્તિઓ જુઓ :
:જેમ કે, મકરંદ દવેની પંક્તિઓ જુઓ :
અમે રે સૂકું રૂનું પૂમડું
{{Block center|'''<poem>અમે રે સૂકું રૂનું પૂમડું
તમે અત્તર રંગીલા રસદાર
તમે અત્તર રંગીલા રસદાર
તરબોળી દ્યોને તારેતારને
તરબોળી દ્યોને તારેતારને
વીંધો અમને વ્હાલા, અપરંપાર
વીંધો અમને વ્હાલા, અપરંપાર
આવો રે આવો હો જીવણ આમના.
આવો રે આવો હો જીવણ આમના.</poem>'''}}
'''Convention, Poetic કવિ સમય'''
'''Convention, Poetic કવિ સમય'''
:સર્જક ભાવક વચ્ચેના આંતરિક સંવાદને કારણે સર્જનમાં અપાતું અમુક સ્વાતંત્ર્ય, તેમ જ સર્જકનાં શૈલી, સંરચના અને વિષયવસ્તુ વગેરેના નિરૂપણ પર લાદવામાં આવતું નિયંત્રણ. વાસ્તવનું કલાત્મક માધ્યમ દ્વારા પ્રતિનિધાન કરવા માટેની સમસ્યાના ઉકેલ માટે જ આમ કરવામાં આવે છે. જેમ કે, નાટ્યક્ષેત્ર ‘નેપથ્યે’ ‘એકોક્તિ’ ‘અપવાર્ય’ જેવા પ્રસંગો; પાત્રો દ્વારા ગદ્યને બદલે પદ્યનો વિનિયોગ; નાટ્ય કે ચલચિત્રમાં એક પ્રસંગ કે કથાનું ત્રણ કે ઓછા કલાકમાં થતું નિરૂપણ.

Line 236: Line 236:
:સંક્ષેપક્રિયા દ્વારા તૈયાર થયેલાં વાક્યોનો વિનિયોગ કરતું પદ્ય. આ સંક્ષેપક્રિયામાં કોઈ એક ક્રિયાપદ એક કરતાં વધુ કર્તા સાથે કે કોઈ એક વિશેષણ એક કરતાં વધુ વિશેષ્ય સાથે એકસાથે સંયોજિત થાય છે.

:જેમકે, કલાપીના ‘શિકારીને’ કાવ્યમાં આવતી પંક્તિ :

‘પંખીડા ફૂલડાં રૂડાં લતા આ ઝરણાં તરુ’
{{Block center|'''<poem>‘પંખીડા ફૂલડાં રૂડાં લતા આ ઝરણાં તરુ’</poem>'''}}
:અહીં ‘રૂડાં’ વિશેષણ ફૂલડાં, પંખીડાં અને લતા ઝરણાં તરુ સર્વને લાગુ પડે છે

'''Co-text ભાષાસંદર્ભ'''
'''Co-text ભાષાસંદર્ભ'''
Line 247: Line 247:
'''Couplet યુગ્મ, પંક્તિદ્વય'''
'''Couplet યુગ્મ, પંક્તિદ્વય'''
:એકબીજાને અનુસરતી મુખ્યત્વે પ્રાસથી જોડાયેલી બે પંક્તિ. છાંદસ એકમ સાથે વિન્યાસ અને અર્થ પૂરા થતા હોય તો સંવૃત્ત યુગ્મ (close couplet) અને જો કોઈ મોટા એકમના માત્ર ભાગરૂપે યુગ્મ આવતું હોય તો તે મુક્ત યુગ્મ (open couplet) કહેવાય છે. જેમકે, સૉનેટને અંતે પંક્તિઓ યુગ્મ અવશ્ય આવે છે : ઉમાશંકરના સૉનેટની છેલ્લી પંક્તિઓ જુઓ :

‘મળી ત્યારે જાણ્યું મનુજ મુજ શી પૂર્ણ પણ ના
{{Block center|'''<poem>‘મળી ત્યારે જાણ્યું મનુજ મુજ શી પૂર્ણ પણ ના
છતાં કલ્પ્યાથી મેં મધુરતર હૈયાની રચના’
છતાં કલ્પ્યાથી મેં મધુરતર હૈયાની રચના’</poem>'''}}
'''Creative ego સર્જક અહં'''
'''Creative ego સર્જક અહં'''
:ફ્રાન્સમાં મનોવૈજ્ઞાનિક અભ્યાસ પર આધારિત કૃતિલક્ષી વિવેચનાના મુખ્ય પ્રણેતા શાર્લ મૂરોં(Charles Mauron)ની એવી ધારણા છે કે દરેક સર્જકનું બહારના જગત સાથે ક્રિયાશીલ સામાજિક અહં તો હોય છે, પણ જીવવાના અત્યુદ્યમની સાથેનું સંતુલન રચવા તરેહો કે કપોલકલ્પિત જોડે સંકલિત થતું એનું સર્જક અહં પણ હોય છે, સાહિત્ય, આ બેના આંતર-નાટ્યનું પરિણામ છે.