ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ભગવાનલાલ લક્ષ્મીશંકર માંકડ: Difference between revisions
(+૧) |
(No difference)
|
Revision as of 02:44, 2 January 2026
એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ અને રાજકોટના વતની છે. એમનો જન્મ રાજકોટમાં સન ૧૮૯૨માં થયો હતો. એમના પિતાનું નામ લક્ષ્મીશંકર રૂપજી માંકડ અને માતાનું નામ ઉમેદકુંવર દલપતરામ છે. એમનું લગ્ન સંવત્ ૧૯૬૫માં જામનગરમાં સૌ. કુંતાલક્ષ્મી છગનલાલ સાથે થયું છે. સન ૧૯૧૧માં એમણે મેટ્રીકની પરીક્ષા પાસ કરી હતી; પણ આંખમાં ખીલ ઉભળવાથી તેમ કૌટુંબિક પરિસ્થિતિના સબબે એમને અભ્યાસ છોડી દેવો ૫ડ્યો હતો. પરંતુ બી. એ. થવાની તીવ્ર જીજ્ઞાસા, તેથી આંખ સુધરતાં, મુંબાઈમાં નોકરીની સાથે અભ્યાસ કરી તેઓ સન ૧૯૨૧માં બી. એ. થયા હતા. આ જાતનું વિદ્યાધ્યયન ખરે, પ્રશસ્ય લેખાય અને અન્યને તેમાંથી જરૂર પ્રેરણા મળે. સને ૧૯૧૭ માં Clouds નામની એક અંગ્રેજી કવિતાની પુસ્તિકા રચી બહાર પાડી હતી. હમણાં તેઓ રાજકોટ ઑલ્ફ્રેડ હાઈસ્કુલમાં શિક્ષક છે. એમના પ્રિય વિષયો, સંગીત, સાહિત્ય અને તત્ત્વજ્ઞાન છે; તેમ વ્યાયામ માટે પ્રેમ ધરાવે છે. કવિતા અને સંગીતના સંસ્કારો એમને એમના માતા પાસેથી મળેલા છે. તેમનો કવિતાસંગ્રહ ‘રૂપલીલા’ એ નામથી પ્રકટ થયલો છે. કવિતાની પેઠે તેઓ સુંદર નિબંધો પણ લખે છે, જે વિચારોઉત્તેજક હોય છે. તેઓ એમ.એ. માટે એક પ્રબંધ તૈયાર કરવામાં હાલમાં રોકાયલા છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | Clouds | સન ૧૯૧૭ |
| ૨ | રૂપલીલા | ” ૧૯૨૨ |
| ૩ | મામેરૂં (સટીક) | ” ૧૯૨૮ |
| ૪ | સાહિત્યકુંજ૧ | ” ૧૯૩૦ |