સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ભજન ભરોંસે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 06:38, 21 March 2026

૧. ભજન ભરોંસે

ભજન ભરોંસે અવિનાશી,
મેં તો ભજન ભરોંસે અવિનાશી.
જપતપ તીરથ કાંઈયે ન જાણું,
ફરત મેં ઉદાસી રે.મેં તો૰
મંત્ર ને જંત્ર કાંઈયે ન જાણું, ૫
વેદ પઢ્યો ન ગઈ કાશી રે.મેં તો૰
મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
ચરણકમળ કી દાસી રે.મેં તો૰