સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ચિત્ત, તું શીદને ચિંતા ધરે?: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 06:20, 22 March 2026

૩. ચિત્ત, તું શીદને ચિંતા ધરે?

ચિત્ત, તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે. {{right|ટેક}]
સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સમરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મમરણ જાય પરે. કૃષ્ણને૰
તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો હર બ્રહ્માથી નવ ફરે. કૃષ્ણને૰
દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર વગાડે જંત્રા, સૂર તેવો નીસરે. કૃષ્ણને૰
થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોઠું ગરે. કૃષ્ણને૰
જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેહને કર ઠરે; ૧૰
એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુટાઈ તું મરે? કૃષ્ણને૰
તારું ધાર્યું થતું હોય તો, સુખ સંચે, દુઃખ હરે;
આપપણું અજ્ઞાનકુળ એ, મૂળ વિચારે ખરે. કૃષ્ણને૰
થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે,
રાખ ભરોંસો રાધાવરનો, દયા શીદને ડરે. કૃષ્ણને૰૧૫

સ્વાધ્યાય

૧. લીલા રંગ પરથી મન ઊઠી ગયું હોય તો કઈ કઈ લીલી વસ્તુઓનો ત્યાગ કરવાનું સૂઝે?
૨. નરસિંહ મહેતાનું ‘જે ગમે જગતગુરુ દેવ જગદીશને’ એ પદ મેળવી ‘ચિત્ત, તું શીદને ચિંતા ધરે’ સાથે સરખાવો.
૩. ‘જે કોઈ પ્રેમઅંશ અવતરે’ એ પદમાં બીજા દાખલા ઉમેરવા પ્રયત્ન કરો.
૪. ત્રણમાંથી એક કાવ્ય મોઢે કરો. તમારી પસંદગી માટે કારણ બતાવી શકશો?