સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઝમકાર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નરસિંહ}} {{Block center|<poem>સખી તારાં નેપૂર રે સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત; નાનું સરખું નગર રે, સુતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. {{right|સખી૰}} વાડીમાં રે પાક્...")
(No difference)

Revision as of 16:44, 30 March 2026

નરસિંહ

સખી તારાં નેપૂર રે સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત;
નાનું સરખું નગર રે, સુતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. સખી૰
વાડીમાં રે પાક્યો રે, સુંદર આંબલો રે, તેની તે મીઠી મીઠી ઊતરે સાખ;
કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ. સખી૰
આંગણિયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામઠામ રોપાવું નાગરવેલ;
નરસૈંયાચો સ્વામી રે, બાઈ મને ત્યાં મલ્યો રે, હરિ મારો શોભે ઉરની વેલ. સખી૰