સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બેમાં સુંદર કોને કહીએ?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧. બેમાં સુંદર કોને કહીએ?

નરસિંહ મહેતા

કેસર-ભીના કાનજી, કસુંબે ભીની નાર,
લોચન ભીનાં ભાવશું, ઊભાં નંદદ્વાર.
બેમાં સુંદર કોને કહીએ વનિતા ને બ્રીજનાથ,
પરખી પરખી ધરો તમને માણેકડાં બેહુ હાથ.
વેગે કુંજે પધારિયા તો લચકે થઈ ઝગઝોળ,
નરસૈંયાચો સ્વામી ભલે મળિયો રંગતણા બહુ રોળ.