સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કઠણ થયા મોહન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭. કઠણ થયા મોહન}} {{Block center|<poem>કઠણ થયા મોહન મથુરા જઈ, કાગળ નવ લખ્યો કટકો રે. ગોકુળમાં સહુ વાત કરે છે, કહાન કુબજાશું અટક્યો રે. {{right|કઠણ૦}} કુબજા કાળી ને અંગે કુબડી, શું કરતી હશે લટકો રે. {{...")
(No difference)

Revision as of 17:05, 30 March 2026

૭. કઠણ થયા મોહન

કઠણ થયા મોહન મથુરા જઈ, કાગળ નવ લખ્યો કટકો રે.
ગોકુળમાં સહુ વાત કરે છે, કહાન કુબજાશું અટક્યો રે. કઠણ૦
કુબજા કાળી ને અંગે કુબડી, શું કરતી હશે લટકો રે. કઠણ૦
ચતુર હોય તે ચિત્તમાં ચેતે, મૂરખને શો ચટકો રે. કઠણ૦
નરસૈંયાચા પ્રભુ તમને ન ઘટે, નીચ સાથે શીદ ભટકો રે. કઠણ૦