સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભક્તનું વર્ણન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧. ભક્તનું વર્ણન}}
{{Heading|૧. ભક્તનું વર્ણન|અખો}}


{{Block center|<poem>ઉવેખ ન કરે કોઈનો આતમા વિલસી રહ્યો;  
{{Block center|<poem>ઉવેખ ન કરે કોઈનો આતમા વિલસી રહ્યો;  
Line 25: Line 25:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નાઅખો
|previous = અખો
|next = શાં શાં રૂપ વખાણું?
|next = શાં શાં રૂપ વખાણું?
}}
}}

Latest revision as of 17:01, 31 March 2026

૧. ભક્તનું વર્ણન

અખો

ઉવેખ ન કરે કોઈનો આતમા વિલસી રહ્યો;
જેહને શ્રી ભાગવત ગાયે, ગીતા ઉપનિષદે જે કહ્યો.
ભાઈ, ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયે ધરે :
સ્વામી મારો રહ્યો સઘળે, અહર્નિશ ચિંતન એમ કરે.
ભુવન ત્રણમાં રહ્યો પૂરી, પૂરણ સ્વે પરમાતમા;
પોતે તો પિયુજી નિરંતર, પણ ભેદ દેખે ભાતમાં.
મારો રામ રમે છે સર્વ વિષે, એમ હેતે હીસે મન;
હરિ કહે, સાંભળે હરિ, હરિને સોંપે તન.
નિત્ય રાસ નારાયણનો, દેખે તે અનંત અપાર;
જિંહાં જેવો તિંહાં તેવો, નારાયણ નરનાર.
ગદ્ગદ કંઠે ગાતે થકે, રોમાંચિત હોયે ગાત્ર;
હર્ષ આંસુ બહુ હેત હૃદય, પ્રેમ કેરું તે પાત્ર.
ખાતો, પીતો, બોલતો, દેખતો તે સઘળે રામ;
વેધ્યું મન રહે તેહનું, શિથલ સંસારી કામ.
નવનીત સરખું હ્રદે કોમલ, કહ્યું ન જાયે હેત;
આંખ માંહે અમૃત ભરિયું, હરિભક્તિ કેરું ક્ષેત્ર.
જેમ જારે લુબધી યુવતી, તેનું મન રહે પ્રીતમ પાસ;
અહર્નિશ રહે આલોચતી, ભાઈ એવું મન હરિદાસ.
કહે અખો સહુકો સુણો, હરિલક્ષ લાગ્યો ચિંતને;
મનન તેહને માહાવનું, તે સેવે હરિ-ગુરુ-સંતને.