સાહિત્ય પલ્લવ – ભાગ ૩/શરદ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 10:26, 14 April 2026
૧. શરદ
નર્મદ
[તોટક]
નદીનાં સરતાં નીર થીર રહ્યાં, મળથી છૂટી આરસ શુદ્ધ થયાં;
સઘળે સ્થિરતા જ સફાઈ થઈ પણ જેવી હું તો હતી તેવી રહી.
દરિયો તજી ગર્વ ધીમે જ પડ્યો, બહુ થાકથી વહાણસું ના જ નડ્યો;
સહુ બંદર કરી જુદાઈ મટી, પણ જેવી હું તો હતી તેવી રહી.
જૂથમાં સર ઉપર રોજ રમે, બતકો બહુ હંસ કલોલ કરે;
હીલવે જીભ માછલીઓ રસથી, પણ જેવી હું તો હતી તેવી રહી.
ખૂબ ઇંદીવરો સૂરબિંબ થકી, કુમુદી વળી કૈરવ ચંદ્ર થકી;
સરખાં ફૂલ શોભી રહ્યાં જ ખીલી, પણ જેવી હું તો હતી તેવી રહી.
ખૂલતું જ બપોરિયું માલતી ને, પૃથિવી ભરપૂર સફેદ ફૂલે;
વળી કાશ તણી દીપતી ચમરી, પણ જેવી હું તો હતી તેવી રહી. ૧૦