અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/અમે ઇડરિયા પથ્થરો: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
◼
No edit summary |
No edit summary |
||
Line 41: | Line 41: | ||
<br> | <br> | ||
<center>◼ | <center>◼ | ||
[[ ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા/નરોત્તમ પલાણ/અમે ઈડરિયા પથ્થરો | નિર્જીવ-સજીવ આંખની કરામત — નરોત્તમ પલાણ | [[ ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા/નરોત્તમ પલાણ/અમે ઈડરિયા પથ્થરો | આસ્વાદ: નિર્જીવ-સજીવ આંખની કરામત — નરોત્તમ પલાણ]] | ||
<br> | <br> | ||
<center>◼ | <center>◼ |
Revision as of 13:22, 23 August 2021
અમે ઇડરિયા પથ્થરો
ઉમાશંકર જોશી
(ફોટોગ્રાફ-કલાકાર શ્રી અશ્વિન મહેતા માટે)
મુઠ્ઠી ભરીને નાખેલ
બેફામ આમતેમ
કોઈ ક્રુદ્ધ દેવે
કાળની કચ્ચરો —
અમે ઇડરિયા પથ્થરો.
ભેંકાર તોતિંગ નગ્રતા
બખોલ ભરેલું મૌન
ભેખડે ઝઝૂમતી એકલતા
પીઠ પર વાયુવરસાદના વાઘજરખ નખ-ઉઝરડા.
ટોક માથે અઘોર માનવથી મેડી
— રૂઠ્યાં મનનું માળિયું;
ક્યાંક આભઆધારે અભયચોકી;
ગઢની કરાડે અધભૂંસી સાહસપગથી;
પથ્થરિયા છાતી પર રૂપડાં મંદિર-છૂંદણાં...
ક્યાંક પડ્યા વેરવિખેર
ક્યાંક ગેબી ઢેર
કોઈ એકાક્ષ મહોરો
એકપંખ વિહંગ
ગેંડો પાડો ઊંટ
જાણે કાપાલિકની વિરાટ ખોપરી
કોઈ તપસીનું રુદ્રસિંહાસન
કોઈ અલૌકિક રૂપસી...
અંધ કૅમેરા-ચક્ષુ
જોઈ લે કંઈ અનોખા આકાર રમ્ય સહુમાં,
તો પ્રેમની દેખતી આંખ માટે શું પથ્થરો જ કેવળ
મેલા ઘેલા
અમે ઇડરિયા પથ્થરો?
અમદાવાદ,
ઉત્તરાયણ, ૧૪-૧-૧૯૭૭
આસ્વાદ: નિર્જીવ-સજીવ આંખની કરામત — નરોત્તમ પલાણ