કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૧. જૂના ચ્હેરા જાગે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) m (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૧. જૂના ચ્હેરા જાગે to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૧. જૂના ચ્હેરા જાગે) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૩)}} | {{Right| (સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૩)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૦. પ્હાડ ઝમતો|૨૦. પ્હાડ ઝમતો]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૨. હું મુજ પિતા!|૨૨. હું મુજ પિતા!]] | |||
}} |
Latest revision as of 13:34, 6 September 2021
૨૧. જૂના ચ્હેરા જાગે
ઉશનસ્
જૂના ચ્હેરા જાગે, ગત સમય કેરા રહી રહી.
સ્મશાને જાણે કે રજકણ ઊઠે છે સળવળી,
ઊઠે નાની’મસ્તી મૂઠી ધૂળ તણી આંધીલહરી
દિયે પાછો આ સાંપ્રતસમય સૌનેય ઢબૂરી.
ગમે તેવા ગાળા સુખસમયના હોય તદપિ,
કરે ગાળે ગાળે અચૂક ઊભું માથું સ્મરણમાં;
હસી ર્હે છે કોઈ ગમગીન, રહે તાકી કરુણું,
બીજા કો સંતાડે નયનજલ આડા ફરી જઈ.
બધાયે ચ્હેરાપે પઢી રહું ઉપાલંભની લિપિ,
ખરું છે : આયુષ્યે તમ વિણ હસ્યો છું પછીથીયે
ખરું : મેં સંબંધો જગ સહ દીધા ન ટૂંકવી,
ક્ષમસ્વ, ક્યારે તો રમૂજ જીવવામાંય પડી છે;
જૂના ચ્હેરા જાગે
અને જાણે મારા
ખુલાસાઓ માગે.
૭-૯-૬૧
(સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૩)