એકાંકી નાટકો/ડૂસકું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{Color|Pink|ડૂસકું}}|}} દૃશ્ય પહેલું {{Poem2Open}} (સ્ટેશનથી બહુ જ નજીક એક બ...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:

દૃશ્ય પહેલું
દૃશ્ય પહેલું

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 40: Line 41:
પણ આ બધો શો સન્નિપાત થયો છે! જે સ્વપ્ને પણ નહોતું ધાર્યું તે આજે અંતરમાં ઊભરાય છે. ગંધરાજની બહેન સાથે વાતો કરીકરી અને ગંધરાજની કવિતાઓને બહેન સાથે વાંચીવાંચી બહેનની જેમ હુંય તે એમને ચાહવા તો નહિ લાગી હોઉં ને? પણ મારે એ અહીં જ અટકાવવું જોઈએ.

...પણ તે દિવસે બહેનની સાથે મેં પણ એમને કાગળ લખ્યો. અને તરત જ એનો જવાબ ફરી વળ્યો. મેં એ કેટલી વાર વાંચ્યો? રાત્રે જ્યારે બહેન પોતાનો દીવો સંકોરી સૂઈ જતી ત્યારે હું મારો દીવો પેટાવી એને વાંચતી. શબ્દેશબ્દ મને યાદ છે. ભૂલકણું કોઈ સાંભળવા તૈયાર હોય તો હમણાં જ હું એ કડકડાટ બોલી જાઉં; પણ પછી યાદ ન રાખે તો! એ શબ્દો તો મારા! મારા એકલીના જ.

(માળાને છાતી સાથે દાબે છે.)
(માળાને છાતી સાથે દાબે છે.)
પણ હું આ શું કરી રહી છું? મેં કાં તો દુખી થવાનો અને નહિ તો બહેનને દુખી કરવાનો માર્ગ લીધો છે. એનો અહીં જ અંત લાવું, આ માગાને જ તોડી નાખું!

(પગથિયાં ઉપર ધબાધબ પગના અવાજ થાય છે. થોડી વારે, મધુરી મેનકા, ગંધરાજ અને અનુપનો કિલ્લોલ સંભળાય છે.  

Line 115: Line 116:
ગંધરાજ : ઠીક આપ્યું! જા.
ગંધરાજ : ઠીક આપ્યું! જા.
(બંને જાય છે. દેવો આવીને ટેબલ સાફ કરવા લાગે છે.)

દૃશ્ય બીજું
દૃશ્ય બીજું

(પુકુરકાંઠે બીજા દિવસની સંધ્યા, સ્વચ્છ સ્ફટિકશા પાણીમાં સંધ્યાનો સાળુ પલળે છે. કાંઠે કાંઠે રાતી રેતીના ઢગલા છે, અને ઢગલાઓ વચ્ચે કદંબના ઝાડ ઊભાં છે. કદંબકેસરથી વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું છે. ગંધરાજ અને મધુરી ઢગલાઓ ઉપર ફરે છે.)

Line 221: Line 224:
(બંને આગળ ચાલે છે.) ચાલ જલદી કર, તને શરદી લાગશે તો પીડા થશે.

(બન્ને ઝાડોની ઘટામાં અદૃશ્ય થઈ જાય છે.)
(બન્ને ઝાડોની ઘટામાં અદૃશ્ય થઈ જાય છે.)

દૃશ્ય ત્રીજું
દૃશ્ય ત્રીજું

(પહેલા દૃશ્યવાળું દીવાનખાનું અને તેમાં તે જ દિવસની રાત.

Line 287: Line 292:
ગંધરાજ : ત્યારે હું જાઉં છું, દોડતો જઈશ એટલે પહોંચી જઈશ. મારો સામાન પાછળથી મોકલાવી આપજો.

(ગંધરાજ બહાવરાની માફક દોડતો જાય છે. બન્ને બહેનો બારીમાંથી બહાર જોઈ રહે છે. થોડી વારે બીજી સીટી થાય છે અને ગાડી ઊપડવાનો અવાજ આવે છે.) {{Poem2Close}}

{{HeaderNav
|previous = [[એકાંકી નાટકો/ડુંગળીનો દડો|ડુંગળીનો દડો]]
|next = [[એકાંકી નાટકો/બહારનો અવાજ|બહારનો અવાજ]]
}}
26,604

edits