કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૫. શ્રાવણ નીતર્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. શ્રાવણ નીતર્યો|બાલમુકુન્દ દવે}} <poem> આ શ્રાવણ નીતર્યો સર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૯)}} | {{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૪. આકાશી અસવાર | |||
|next = ૨૬. તું જતાં | |||
}} |
Latest revision as of 07:53, 18 September 2021
૨૫. શ્રાવણ નીતર્યો
બાલમુકુન્દ દવે
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.
આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
પેલી તૂટી મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઈ ઝીલો જી.
આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.
આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.
આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.
૩૦-૭-’૫૦
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૯)