કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૪. — કે કાગળ હરિ લખે તો બને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૪. — કે કાગળ હરિ લખે તો બને|રમેશ પારેખ}} <poem> :::— કે કાગળ હરિ લખ...")
 
No edit summary
 
Line 18: Line 18:
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)}}
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૪૩. મારા સપનામાં…
|next = ૪૫. હરિએ દઈ દીધો હરિવટો
}}

Latest revision as of 07:25, 22 September 2021


૪૪. — કે કાગળ હરિ લખે તો બને

રમેશ પારેખ

— કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તે એકે અક્ષર નથી ઊકલતા મને…

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

મીરાં ક્‌હે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિસદિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…

૨૫-૧૦-’૮૨/સોમ
(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)