zoom in zoom out toggle zoom 

< કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ

કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૩. મારા સપનામાં…

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૩. મારા સપનામાં…

રમેશ પારેખ

મારા સપનામાં આવ્યા હરિ
મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી.

સામે મરકત મરકત ઊભા
મારા મનની દુવારિકાના સૂબા
મારાં આંસુને લૂછ્યાં જરી…

આંધણ મેલ્યાં’તાં કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર
હરિ બોલ્યા : ‘અરે, બ્હાવરી…!’

૨૫-૮-’૮૨/બુધ
(છ અક્ષરનું નામ, પૃ. ૪૧૭)