અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /તું ગઈ!: Difference between revisions
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
{{center | ઉપજાતિ}}<br> | {{center | '''ઉપજાતિ'''}}<br> | ||
ત્યારે ગઈ શું અહિંથી પ્રિયા તું? | ત્યારે ગઈ શું અહિંથી પ્રિયા તું? | ||
મૂકી ગઈ આ હઇયું રિબાતું! | મૂકી ગઈ આ હઇયું રિબાતું! | ||
Line 48: | Line 47: | ||
{{Right|(સન ૧૮૮૮, એપ્રિલ)}} | {{Right|(સન ૧૮૮૮, એપ્રિલ)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = અર્પણ ('રાઈનો પર્વત') | |||
|next = તેજ અને તિમિરથી અતીત | |||
}} |
Latest revision as of 10:49, 19 October 2021
રમણભાઈ નીલકંઠ
ઉપજાતિ
ત્યારે ગઈ શું અહિંથી પ્રિયા તું?
મૂકી ગઈ આ હઇયું રિબાતું!
હવે મિઠું તે મુખ તાકી તાકી
નિહાળવાનું નહિં શું કદાપિ? ૧
ચિન્તા અને દુઃખ થકી પીડાતા
આ ચિત્તને ટેકવવાની આશા
તારા પ્રિયા! પ્રેમથી આવતી જે,
હવે પછી શું સહુ મૂકવી તે? ૨
શરીરને ને મનને જરૂરે,
આઘા પ્રદેશે ફરતાં હતું જે
સ્વથાન પાછું બળ ખેંચનારૂં,
શું તે વિના દૂર હવે જવાનું? ૩
ગ્રહો ફરે છે રવિ આસપાસ,
છાયા ફરે જ્યાં વચમાં પદાર્થઃ
પ્રદક્ષિણા એ પ્રિય કેરી સર્વે,
ક્યાં હું ફરૂં રે! તુજ વીણ મધ્યે? ૪
તારાની પેઠે સ્થિર એક ઠામ,
દુઃખો સુખો સૃષ્ટિ વિષે તમામ
જોઈ રહી ક્ષોભ વિના જરીએ
રહું જડાઈ?—ન બને કદીએ. ૫
શરીર મારું સ્થિર રે’ કદાપિ,
આ ચિત્તને તો ન શકુંજ રાખી;
સ્વચ્છંદ તે તો ભમતું ફરે છે,
રે! તું ગઈ ને સ્થિર કેમ રે’ તે? ૬
શું કોઈ શોધું કંહિ ધૂમકેતુ,
જેને અગાડી વધતો જ દેખું,
જેને ન મધ્યે કંઈ ખેંચનારું
પાછો ફરે જે નહિ કોઈ સારૂ? ૭
ને છોડિ સર્વે સુખ શાન્તિ પ્રીતે,
સ્વીકારિને સંગત તેની નિત્યે,
નવા નવા રોજ પ્રદેશ ભાળું,
જાઊં અહીંથી-અહીંથી જ જાઉં! ૮
(સન ૧૮૮૮, એપ્રિલ)