અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /પ્રાર્થના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
{{Right|(ભણકાર, પૃ. ૨૦૧)}}
{{Right|(ભણકાર, પૃ. ૨૦૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = નાયકનું પ્રાયશ્ચિત : મોગરો
|next = વધામણી
}}

Latest revision as of 11:10, 19 October 2021

પ્રાર્થના

બળવંતરાય ક. ઠાકોર

પ્રભો, શિર નમ્યું, નમ્યું જ ધરું સર્વદા એટલી
વિશુદ્ધ મતિ રાખજે : સકલ અન્ય એમાં લહું.
જુએ શિશુ તણી ખરી જિગરની બધી લાલસા,
અને વળી જુએ — ઊઠી ફરી ફરી તરંગો ઉપર
પ્રસારી નિજ મેલ ફીણ વમળો અરે કીટકો
લસે અમિત, ને શમે તદપિ છાર મૂકી જતા.
અરે સરિત માહરા જીવનની! અરેરે, પ્રભો!
વહે ફરી ફરી તરંગદળ ક્યાં થકી એહવાં?
હશે પવનસંતતિ? ઉદધિની જ વેલા હશે?
દીસે નહિ દીસે અગર તિમિરગહ્વરો અંતરે,
ધસે વળી ધસે તિહાંથી મળ જંતુ વમળો જ એ?
અદૃષ્ટ ભવથી વળી જિગરના જૂના પાપથી
બચાવ! જય આપ! આ વિમલ સ્રોત પોતાપણે
વહે સલિલઓઘઅર્ઘ્ય તુજને ધરંતો પ્રભો!

(ભણકાર, પૃ. ૨૦૧)