અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/વિમાસણ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)}} | {{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =પોપટ બેઠો | |||
|next =શીખ | |||
}} |
Latest revision as of 11:01, 22 October 2021
વિમાસણ
ધીરુ પરીખ
આઘેરા ગરજે છે સાયર ક્યારના
પડ્યા ઝીણેરા કાળાય જી;
વગડે વેરાયલ આપણ વાદળી
હવે ક્યમ રે મળાય જી? — આઘેરા.
કામઠેથી છૂટ્યાં તીર આપણે
બાણાવળીને સંચાર જી;
તાક્યાં રે નિશાન પાડી ઝૂરતાં
પાછાં ક્યમ રે વળાય જી? — આઘેરા.
આપણે ટહુકા પંખીગાનના
રઝળ્યા વનની મોઝાર જી;
હવે રે શોધીએ કંઠનાં બેસણાં
ક્યાંય એંધાણી ભાળાય જી? — આઘેરા.
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)