અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/હરિ, સુપણે મત આવો!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હરિ, સુપણે મત આવો!|ભગવતીકુમાર શર્મા}} <poem> હરિ, સુપણે મત આવો! મ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(ઝળહળ, ૧૨-૪-૧૯૯૦)}}
{{Right|(ઝળહળ, ૧૨-૪-૧૯૯૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/બે મંજીરાં | બે મંજીરાં]]  | મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો, ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `જલન' માતરી/પ્રથમથી જ રિવાજ છે | પ્રથમથી જ રિવાજ છે]]  | સુખ જેવું જગમાં કઈં નથી જો છે તો આ જ છે  ]]
}}

Latest revision as of 12:07, 22 October 2021


હરિ, સુપણે મત આવો!

ભગવતીકુમાર શર્મા

હરિ, સુપણે મત આવો!
મોઢામોઢ મળો તો મળવું,
મિથ્યા મૃગજળ માંહ્ય પલળવું,
આ બદરાથી તે બદરા તક
ચાતકનો ચકરાવો... હરિ...
પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?
મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.
મુંને બ્રજ કી બાટ બતાવો...
હરિ, સુપણે મત આવો!
સુપણામાં સો ભવનું સુખ ને સમ્મુખની એક ક્ષણ,
નવલખ તારા ભલે ગગનમાં, ચન્દ્રનું એક કિરણ,
કાં આવો, કાં તેડાવો!
હરિ, સુપણે મત આવો!...
(ઝળહળ, ૧૨-૪-૧૯૯૦)