અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/આંગણે લીલો તડકો ઊગ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આંગણે લીલો તડકો ઊગ્યો| મફત ઓઝા}} <poem> :::આંગણે લીલો તડકો ઊગ્યો...")
 
No edit summary
 
Line 17: Line 17:
::: આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.
::: આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત ત્રિવેદી/— (આંખને દર્પણ નડે...) | — (આંખને દર્પણ નડે...)]]  | આંખને દર્પણ નડે તો આપવી કોને સજા?]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/ઓઢી શકાય તો... | ઓઢી શકાય તો...]]  | અલ્યા! આથમતી સાંજને ઓઢી શકાય તો...  ]]
}}

Latest revision as of 11:39, 27 October 2021


આંગણે લીલો તડકો ઊગ્યો

મફત ઓઝા

આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.
નેવલે ઝૂલ્યો મોગરો મહેક્યો ટોડલે ગહેક્યો મોર;
રાત આખી આ ઘેનમાં ડૂબી વડલે કીધો શોર.
આવતા જતા વાયરે ઝૂલી નાચતી નાગરવેલ.
આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.
ગામને કૂવે ગીત ગાયાં ને ઘૂમવા લાગી સીમ;
વાટ બધી આ પમરી એની ડમરી ચડી ધીમ.
ઘૂંઘટે બેસી ખંજન મલકે અંજન છલકે હેલ;
આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.
આઘે આઘે આભ ઊડ્યાના વાવડ દેતો કાગ;
મેડીએ ચડી ખેપતી હું તો હૈયું ના લે તાગ.
ઝીણી ઝીણી ઘૂઘરી વાગી કાળજે રેલ્યાં ગેલ,
આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.