અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલેરબાબુ/લઈ શોધ મારી જ્યારે… (હશે): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લઈ શોધ મારી જ્યારે… (હશે)|દિલેરબાબુ}} <poem> લઈ શોધ મારી જ્યારે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, સંપા. ચિનુ મોદી, ૧૯૯૬, પૃ. ૫૧)}} | {{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, સંપા. ચિનુ મોદી, ૧૯૯૬, પૃ. ૫૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/સ્મરણ | સ્મરણ]] | ધૂળથી છવાયેલા ને કાટથી વસાયેલા કાતરિયામાં ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સાહિલ પરમાર /આપણી સમજણને | આપણી સમજણને]] | આપણી સમજણને લૂણો હોય છે, ]] | |||
}} |
Latest revision as of 12:51, 27 October 2021
લઈ શોધ મારી જ્યારે… (હશે)
દિલેરબાબુ
લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે;
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.
સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,
કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.
તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.
પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ટોળે વળ્યું હશે.
તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.
ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઑગળ્યું હશે.
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, સંપા. ચિનુ મોદી, ૧૯૯૬, પૃ. ૫૧)
←