અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/પ્રોષિતભર્તૃકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રોષિતભર્તૃકા|વિનોદ જોશી}} <poem> આછાં આછાં રે તળાવ, એની ઘાટી...")
 
No edit summary
 
Line 26: Line 26:
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ફાંસ જરા શી વાગી ગઈ (અંદર અંદર)
|next = હું તો અડધી જાગું
}}

Latest revision as of 13:10, 28 October 2021


પ્રોષિતભર્તૃકા

વિનોદ જોશી

આછાં આછાં રે તળાવ,
એની ઘાટી રે કાંઈ પાળ
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ...

હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
વાટું અરડૂસી બે વાર,
ચાટું ઓસડી બીજાં બાર;
બાઈજીનો બેટો (ઘણી ખમા!) મુંને થઈ બેઠો વળગાડ...

મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ,
કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ;
પોચાં પારેવડાં કાંઈ રાંક,
હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયા બાવળઝાડ...

ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર,
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કાંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...